22 વર્ષીય બાંગ્લાદેશી મહિલાએ ભારતના પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે તરીકે સીમા પાર કરી. તેણે પહેલા સુંદરવનના જંગલના વિસ્તારને પાર કર્યો. ત્યાર બાદ તેણે લગભગ એક કલાક સુધી સ્વિમિંગ કર્યું.

પ્રતીકાત્મક તસવીર
એક બાંગ્લાદેશી (Bangladesh) મહિલાએ પોતાનો પ્રેમ હાંસલ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે 22 વર્ષીય બાંગ્લાદેશી મહિલાએ ભારતના પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે તરીકે સીમા પાર કરી. તેણે પહેલા સુંદરવનના જંગલના વિસ્તારને પાર કર્યો. ત્યાર બાદ તેણે લગભગ એક કલાક સુધી સ્વિમિંગ કર્યું. આમ તરતાં તરતાં તેણે ભારતની સીમામાં પ્રવેશ કર્યો અને પોતાના જીવનસાથીને મળી.
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, મહિલાની ઓળખ કૃષ્ણા મંડલ તરીકે થઈ છે. બાંગ્લાદેશી મહિલાની ફેસબુક પર અભિક મંડલ સાથે મિત્રતા થઈ. ધીમે-ધીમે વાતચીત બાદ બન્નેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. કૃષ્ણા પાસે પાસપૉર્ટ નહોતો, આથી તેણે ગેરકાયદેસર રીતે સીમા પાર કરવી પડી. પોલીસ સૂત્રો પર્માણે, કૃષ્ણાએ સૌથી પહેલા સુંદરવનમાં પ્રવેશ કર્યો, જે પોતાના રૉયલ બંગાળ ટાઈગર્સ માટે જાણીતું છે. પછી તે પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે નદીમાં લગભગ એક કલાક સુધી તરતી રહી.
હકિકતે, ત્રણ દિવસ પહેલા કૃષ્ણાએ કોલકાતાના કાલીઘાટ મંદિરમાં અભિક સાથે લગ્ન કર્યા હતા. જો કે, કૃષ્ણાની સોમવારે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે કૃષ્ણાને બાંગ્લાદેશ ઉચ્ચાયોગને સોંપી શકાય છે.
આ પણ વાંચો : કેળાં પર કૉન્ડોમ ચડાવી ગળી ગયો શખ્સ, બગડી તબિયત, ડૉક્ટર્સે આ રીતે બચાવ્યો જીવ
આ પહેલા આ વર્ષની શરૂઆતમાં એક બાંગ્લાદેશી કિશોર ભારતમાંથી ચૉકલેટ ખરીદવા માટે સીમા પાર તરીને આવ્યો હતો. તેની ઓળખ ઈમાન હુસૈન તરીકે થઈ હતી. તેણે એક નાનકડી નદી તરીને પાર કરી અને પોતાની ગમતી ચૉકલેટ બાર મેળવવા માટે ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો. ઈમામને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો, જેના પછી તેની કૉર્ટમાં પેશી થઈ. પછી તેણે 15 દિવસની ન્યાયિક અટકમાં મોકલી દેવામાં આવ્યો.