Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > UPSCમાં સિલેક્શન થાય એ માટે યુવતીએ ખાસ લગ્ન કર્યાં અને પછી ડિવૉર્સ માગ્યા

UPSCમાં સિલેક્શન થાય એ માટે યુવતીએ ખાસ લગ્ન કર્યાં અને પછી ડિવૉર્સ માગ્યા

15 May, 2024 10:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્નીએ આ માટે એવું કારણ આપ્યું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં ડિવૉર્સ ક્વૉટાનો લાભ મળે એ માટે મેં લગ્ન કર્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


લગ્નની પહેલી ઍનિવર્સરી કપલ માટે સ્પેશ્યલ હોય છે, પણ રાજસ્થાનમાં પરિણીતાએ પતિને એવી સરપ્રાઇઝ આપી કે તે શૉક થઈ ગયો હતો. જયપુરમાં રહેતા યુવકે એક વર્ષ પહેલાં પ્રતાપગઢની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્નના બીજા જ દિવસે યુવતીએ ડિવૉર્સની વાત કરતાં યુવકે એક વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. લગ્નને એક વર્ષ પૂરું થતાં યુવક તો આ વાત ભૂલી ગયો હતો, પણ યુવતી ડિવૉર્સ માટે તૈયાર જ બેઠી હતી. પત્નીએ આ માટે એવું કારણ આપ્યું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં ડિવૉર્સ ક્વૉટાનો લાભ મળે એ માટે મેં લગ્ન કર્યાં હતાં. પતિએ છૂટાછેડાની ચોખ્ખી ના પાડી તો પત્નીએ ખોટો કેસ દાખલ કરવાની ધમકી અપીલ હતી. ત્યાર બાદ કંટાળેલા પતિએ પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK