બીમારીને કારણે ફોન મૂકી આરામ કરી રહેલી મિત્ર બારી પર ડ્રોન ઊડતું જોઈ કુતૂહલથી બારીમાં જોવા આવી ત્યારે તેને તેની મિત્રની લાગણીભરી કાળજી સ્પર્શી ગઈ હતી
બીમાર મિત્રનો ચાર કલાક સુધી સંપર્ક ન થતાં હાલચાલ જાણવા ડ્રોન મોકલ્યું
મેઇનલૅન્ડ ચીનમાં ઇન્ટરનેટ પર બે મહિલા-મિત્રની હૃદયસ્પર્શી વાત વહેતી થઈ છે, જે મુજબ તાજેતરમાં હૃદયની બીમારીથી પીડાતી મિત્ર વૅનની તબિયત ખરાબ થતાં તેની મિત્રએ વી-ચૅટના માધ્યમથી તેને નજીકની ફાર્મસીમાં જઈ ટેસ્ટ કરાવીને દવા લેવા કહ્યું હતું. વૅન તેની મિત્રને જવાબ આપવાનું ભૂલી જતાં એ મિત્રએ ચાર કલાકમાં ઉપરાઉપરી મેસેજિસ કરીને તેની હાલત જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક ન થઈ શકતાં છેવટે તેણે ડ્રોનની મદદ લીધી હતી.
વૅનની મિત્ર નજીકમાં જ રહેતી હોવાથી તેણે તેના બિલ્ડિંગ પર ડ્રોન ઉડાડીને તેની કાળજી લીધી. બીમારીને કારણે ફોન મૂકી આરામ કરી રહેલી મિત્ર બારી પર ડ્રોન ઊડતું જોઈ કુતૂહલથી બારીમાં જોવા આવી ત્યારે તેને તેની મિત્રની લાગણીભરી કાળજી સ્પર્શી ગઈ હતી. બન્ને મહિલાઓ એકમેકને છેલ્લાં પાંચ વર્ષથી ઓળખે છે.


