તેણે એક જ દિવસમાં આટલીબધી સર્જરી એટલે કરાવી કેમ કે તે જોવા માગતી હતી કે તેનું શરીર કેટલા ફિલર્સ ખમી શકે છે.
ઇન્ફ્લુઅન્સર ઍન્ડ્રિયા ઇવાનોવા
ફૅશનની દુનિયા અજીબોગરીબ છે. પહેલાં ગુલાબની પાંખડી જેવા નાજુક હોઠ મેળવવા મથતી યુવતીઓ હવે મોટા હોઠ મેળવવા માટે કૉસ્મેટિક સર્જરી કરાવી રહી છે. ૨૬ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ઍન્ડ્રિયા ઇવાનોવા એક કે બે નહીં, પણ છ વખત લિપ-સર્જરી કરાવીને દુનિયાના સૌથી મોટા હોઠ ધરાવતી યુવતી બની ગઈ છે. ઍન્ડ્રિયાએ એક જ દિવસમાં ૨૧ લાખ રૂપિયાના ખર્ચે આ સર્જરી કરાવી હતી. હવે તેના હોઠ એટલા મોટા થઈ ગયા છે કે તેના અપર લિપની જગ્યા બિલકુલ દેખાતી નથી. આ યુવતીએ વિવિધ સર્જરીથી દાઢી, જડબાં, ગાલના આકારમાં ફેરફાર કર્યો હતો. ઍન્ડ્રિયાએ કહ્યું કે તેણે એક જ દિવસમાં આટલીબધી સર્જરી એટલે કરાવી કેમ કે તે જોવા માગતી હતી કે તેનું શરીર કેટલા ફિલર્સ ખમી શકે છે.

