દરેક વ્યક્તિને પોતાની નોકરી બીજાની નોકરી કરતાં બકવાસ લાગતી હોય છે, પણ જ્યારે એની વાસ્તવિકતાની ખબર પડે ત્યારે સમજાય છે કે કોઈ પણ નોકરી સરળ નથી હોતી.
દુનિયાની આ સૌથી ખતરનાક જૉબ
દરેક વ્યક્તિને પોતાની નોકરી બીજાની નોકરી કરતાં બકવાસ લાગતી હોય છે, પણ જ્યારે એની વાસ્તવિકતાની ખબર પડે ત્યારે સમજાય છે કે કોઈ પણ નોકરી સરળ નથી હોતી. હાલમાં વાઇરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે ચોક્કસ કહેશો કે સાચે આ દુનિયાની સૌથી ખતરનાક નોકરી છે. એક્સ પ્લેટફોર્મ (પહેલાંનું નામ ટ્વિટર)ના ધ ફિગેન અકાઉન્ટ પર અવારનવાર હેરાન કરી નાખતા વિડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં આ અકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ જંગલી ખૂંખાર ચિત્તાને માંસ ખવડાવતો બતાવવામાં આવ્યો છે. આ વિડિયોમાં બે વ્યક્તિ છે જેઓ નૅશનલ પાર્કના કર્મચારી લાગી રહ્યા છે. દેખીતી રીતે તેમનું કામ દુનિયાનું સૌથી ખતરનાક કામ હોવાનું જણાય છે. સૌકોઈને ખબર છે કે ચિત્તો દુનિયાનો સૌથી ખૂંખાર શિકારી માનવામાં આવે છે અને દુનિયાનો સૌથી ઝડપી જીવ છે. જોકે એકસાથે આટલા ચિત્તા સામે આવી જાય ત્યારે કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય. વિડિયોમાં કૅપ્શન છે, ‘બ્રેકફાસ્ટ ટાઇમ. શું તમે આ કામ કરવાની હિંમત કરશો?’