ટોક્યોથી આશરે ૧૩૦ કિલોમીટર દૂર આવેલા માઉન્ટ ફૂજી પર્વતની મુલાકાત લેવા માટે ફુજિકાવાગુચિકો નામના સ્થળે પહોંચવું પડે છે.
માઉન્ટ ફૂજી પર્વત
જેમ સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી અમેરિકાની અને આઇફલ ટાવર પૅરિસની ઓળખ છે એમ માઉન્ટ ફૂજી પર્વત જપાનની ઓળખ સમાન છે. ટોક્યોથી આશરે ૧૩૦ કિલોમીટર દૂર આવેલા માઉન્ટ ફૂજી પર્વતની મુલાકાત લેવા માટે ફુજિકાવાગુચિકો નામના સ્થળે પહોંચવું પડે છે. રસપ્રદ વાત એ છે કે અહીં દૂર દેખાતા માઉન્ટ ફૂજીનો ફોટો પાડવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થતી હતી. આ સ્થિતિ ટાળવા માટે સ્થાનિક લોકોની ફરિયાદ બાદ મસમોટો પડદો લગાવવામાં આવ્યો છે. જોકે આ પડદો લગાવવામાં આવ્યો હોવા છતાં લોકોની ભીડ ઓછી થઈ નહોતી, કારણ એ હતું કે મુલાકાતીઓએ માઉન્ટ ફૂજીનો ફોટો પાડવા માટે પડદામાં ઠેર-ઠેર છેદ કરી દીધા હતા. હવે સ્થાનિક તંત્ર આ સ્થિતિ નિવારવા માટે અન્ય ઉપાય અજમાવશે.

