મહિને ૧.૬૬ લાખ રૂપિયા ઉપરાંત ૫૦,૦૦૦ રૂપિયા પર્સનલ ખર્ચ અને પાર્લમેન્ટરી અલાવન્સ ૪૫,૦૦૦ રૂપિયા અને રોજના ૨૦૦૦ રૂપિયા ડેઇલી અલાવન્સ મળે છે
લાઇફમસાલા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આપણે ચૂંટીને મોકલેલા સંસદસભ્યોને કેટલો પગાર અને વિશેષ લાભ મળશે?
તાજેતરમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં અને નવા સંસદસભ્યો ચૂંટાયા. દેશ માટે કામ કરનારા પ્રજાના સેવકોને કેટલો પગાર મળતો હશે એ સવાલનો જવાબ આજે જાણીએ. ૨૦૧૮માં જ પગારવધારો જાહેર થયો એ મુજબ દરેક સંસદસભ્યને દર મહિને એક લાખ રૂપિયા પગાર મળશે. તેમના મતવિસ્તારમાં ઑફિસ ચલાવવા માટે મહિને ૭૦,૦૦૦ રૂપિયાનું અલાવન્સ મળે છે. ઑફિસમાં સ્ટેશનરીથી લઈને ટેલિકમ્યુનિકેશન અને સ્ટાફની સૅલેરી માટે બીજા ૬૦,૦૦૦ રૂપિયા દર મહિને ઑફિસ-ખર્ચ માટે મળે. એ ઉપરાંત પાર્લમેન્ટરી સેશન્સ અને કમિટીની મીટિંગ ચાલતી હોય ત્યારે તેમને રોજના ૨૦૦૦ રૂપિયાનું ભથ્થું રહેવા-ખાવા અને અન્ય ખર્ચ માટે મળે છે.
ADVERTISEMENT
ટ્રાવેલ: સંસદસભ્યોને દર વર્ષે ૩૪ ફ્રી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીનો લાભ મળે છે એમાં તેઓ પોતે અથવા અંગત પરિવારજનો એનો ઉપયોગ કરી શકે છે. ઑફિશ્યલ કે પર્સનલ હેતુસર ટ્રેન ટ્રાવેલ કરતા હો તો તેમને ફર્સ્ટ ક્લાસ ટ્રેન ટ્રાવેલની સુવિધા પણ મળે છે. તેઓ પોતાના મતવિસ્તારમાં ફરી રહ્યા હોય ત્યારે તેમને પેટ્રોલ એક્સપેન્સ પણ મળે છે.
હાઉસિંગ અને અકોમોડેશનઃ
પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન દરેક સંસદસભ્યને પ્રાઇમ વિસ્તારમાં રેન્ટ ફ્રી અકોમોડેશન મળે છે. હોદ્દાની રૂએ તેમને બંગલો, ફ્લૅટ્સ કે હોટેલરૂમ્સ મળી શકે છે. જે લોકો ઑફિશ્યલ અકોમોડેશન ક્લેમ ન કરવા ઇચ્છતા હોય તેઓ દર મહિને ૨,૦૦,૦૦૦ રૂપિયાનું હાઉસિંગ અલાવન્સ ક્લેમ કરી
શકે છે.
મેડિકલ ફૅસિલિટીઝ: સંસદસભ્યો અને તેમના અંગત પરિવારને સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ અંતર્ગત ફ્રી મેડિકલ કૅર મળે છે. નિવૃત્તિ પછી પેન્શનઃ એક ટર્મ કામ કર્યા પછી નિવૃત્ત થનાર સંસદસભ્યને મહિને ૨૫,૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. તેમણે સર્વિસમાં જેટલાં વધુ વર્ષ કામ કર્યું હોય એ મુજબ આ પેન્શનમાં વર્ષદીઠ ૨૦૦૦ રૂપિયા ઉમેરાતા જાય છે.
વીજળી, ફોન અને પાણીઃ દર વર્ષે ફ્રી ૧,૫૦,૦૦૦ ફોનકૉલ્સ કરી શકે છે અને તેમના ઘર અને ઑફિસ માટે ફ્રી હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન મળે છે. વર્ષે ૫૦,૦૦૦ યુનિટ ઇલેક્ટ્રિસિટી અને ૪૦૦૦ કિલોલીટર પાણી ફ્રી મળે છે.
સંસદસભ્ય કરતાં વડા પ્રધાનને વધુ સવલતો અને પગાર મળે છે. મહિને ૧.૬૬ લાખ રૂપિયા ઉપરાંત ૫૦,૦૦૦ રૂપિયા પર્સનલ ખર્ચ અને પાર્લમેન્ટરી અલાવન્સ ૪૫,૦૦૦ રૂપિયા અને રોજના ૨૦૦૦ રૂપિયા ડેઇલી અલાવન્સ મળે છે. પાણી, વીજળી અને હરવા-ફરવાનું પાંચ વર્ષ માટે સંપૂર્ણપણે ફ્રી. એ ઉપરાંત ઑફિશ્યલ રેસિડન્સ, સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સિક્યૉરિટી, ગવર્નમેન્ટનાં વાહનો અને ઍરક્રાફ્ટનો અનલિમિટેડ ઍક્સેસ મળે. ડોમેસ્ટિક તેમ જ ઇન્ટરનૅશનલ ટ્રિપ્સનો તમામ ખર્ચ.