આવું માનનારા ધારાસભ્ય પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉન્ગ્રેસના છે. કેનિંગ ઈસ્ટના ધારાસભ્ય શૌકત મોલ્લાએ બુધવારે ટાલ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો
કેનિંગ ઈસ્ટના ધારાસભ્ય શૌકત મોલ્લાએ બુધવારે ટાલ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો
આવું માનનારા ધારાસભ્ય પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉન્ગ્રેસના છે. કેનિંગ ઈસ્ટના ધારાસભ્ય શૌકત મોલ્લાએ બુધવારે ટાલ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. એમાં તેમણે ૧૦૦ ટાલિયા પુરુષનું ‘બુદ્ધિશાળી’ તરીકે સન્માન કર્યું હતું. શૌકત મોલ્લાનું માનવું છે કે ટાલિયા પુરુષો વધુ બુદ્ધિશાળી હોય છે, સૌ લોકોએ તેમનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. એટલે તેમણે આ સન્માન સમારંભ કર્યો હતો. તેમાં તેમણે ટાલવાળા પુરુષોને ફૂલ સાથે ભેટ પણ આપી હતી. ધારાસભ્યનું કહેવું છે કે ટાલ, સ્કિન ટોન, ઠીંગણા, જાડિયા કે અન્ય કોઈ શારીરિક રચનાને કારણે હીનભાવનાનો ભોગ બનેલા હોય તેવા લોકોનો ઉત્સાહ વધારવા માટે તેમણે આ પહેલ કરી છે. અત્યારે માત્ર બે ગામમાં જ આ કાર્યક્રમ કર્યો છે, પણ પછી વિસ્તાર વધારવાની પણ તેમની ગણતરી છે.

