Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નપ્રસંગે ફોટોગ્રાફરે મહિલાને ફ્રેમમાંથી દૂર હટવાનું કહ્યું એટલે મહેમાનોમાં તોફાન મચ્યું

લગ્નપ્રસંગે ફોટોગ્રાફરે મહિલાને ફ્રેમમાંથી દૂર હટવાનું કહ્યું એટલે મહેમાનોમાં તોફાન મચ્યું

Published : 03 May, 2026 01:18 PM | IST | ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થોડા દિવસ પહેલાં લગ્નસમારંભમાં એક નાનકડી વાતે બબાલ મચી ગઈ હતી

બબાલ મચી હતી તે દૃશ્ય

અજબ ગજબ

બબાલ મચી હતી તે દૃશ્ય


મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થોડા દિવસ પહેલાં લગ્નસમારંભમાં એક નાનકડી વાતે બબાલ મચી ગઈ હતી. એક તરફ લગ્ન લેવાઈ રહ્યાં હતાં અને બીજી તરફ જમવાનું ચાલી રહ્યું હતું. ફોટોગ્રાફર બધાની તસવીરો પણ લઈ રહ્યો હતો. જોકે ફોટોગ્રાફરે એક મહિલાને સહેજ ખસવાનું કહ્યું હતું. તે જ્યાં ફોટો લઈ રહ્યો હતો એ ફ્રેમમાંથી તેને હટાવવા માટે ફોટોગ્રાફરે સહેજ હાથ લગાડ્યો હતો. જોકે આ વાતે મહિલા અને તેના પરિવારજનો ભડકી ઊઠ્યાં હતાં. વાત મહિલાને જાણીજોઈને સાઇડલાઇન કરવામાં આવી રહી છે એવા આરોપ સુધી પહોંચી. વર અને કન્યાપક્ષના લોકો આ મામલે આમનેસામને આવી ગયા અને પછી તો વાસણો, ખુરસીઓ જે હાથમાં આવ્યું એની એકબીજા પર ફેંકમફેંક શરૂ થઈ ગઈ. લગ્ન થઈ ગયાં પણ વિવાદને કારણે કન્યાવિદાય ન થઈ. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 01:18 PM IST | ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK