સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય કે એક ડૉક્ટર મહિલાની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ બહાર કાઢતા જોવા મળે છે, પરંતુ આવું બન્યું કેવી રીતે?
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
જ્યારે આપણે લેન્સનો ઉપયોગ કરતા હોય ત્યારે કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય કે એક ડૉક્ટર મહિલાની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ બહાર કાઢતા જોવા મળે છે, પરંતુ આવું બન્યું કેવી રીતે? આ સવાલ દરેકના મનમાં થશે. અહીં જાણો સમગ્ર મામલો શું છે.
જ્યારે એક મહિલા ડૉક્ટર પાસે ગઈ તો તેને ખબર પડી કે તેની આંખમાં ઘણા કોન્ટેક્ટ લેન્સ ભેગા થઈ ગયા છે. આવું એટલા માટે બન્યું, કારણ કે તે મહિલા સતત 23 દિવસ સુધી દરરોજ રાત્રે સૂતા પહેલા તેના કોન્ટેક્ટ લેન્સને કાઢવાનું કરવાનું ભૂલી ગઈ હતી.
ADVERTISEMENT
મહિલાના કોન્ટેક્ટ લેન્સને આંખમાંથી દૂર કરવાની પ્રક્રિયાનો વાયરલ થયેલો વિડિયો 13 સપ્ટેમ્બરના રોજ ડૉ. કેટેરિના કુર્તીવા નામના ડૉક્ટર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં મહિલા તેની આંખોમાંથી તમામ 23 કોન્ટેક્ટ લેન્સ દૂર કરતી દેખાઈ રહી છે.વીડિયો પર લખ્યું છે, "કોઈની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ દૂર કરી રહ્યા છીએ. મારા ક્લિનિકમાંથી વાસ્તવિક વીડિયો. તમે કોન્ટેક્ટ લેન્સ કાઢ્યા સિવાય સૂશો નહીં."
View this post on Instagram
ડૉ. કુર્તિવાએ લખ્યું કે, "એક દુર્લભ ઘટના, જ્યારે કોઈ વ્યક્તિ દરરોજ અનેક રાતો સુધી કોન્ટેક્ટ લેન્સ દૂર કરવાનું ભૂલી જાય છે અને દરરોજ સવારે તેના પર એક નવો લેન્સ મૂકે છે, એ પણ સતત 23 દિવસ !!! મને ગઈકાલે મારા ક્લિનિકમાં એક મહિલાના આંખમાંથી લેન્સનો સમૂહ જોવા મળ્યો."
આ પણ વાંચોઃ VIDEO: Karwa Chauth પર પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક, શોપિંગ સેન્ટરમાં કરી ધુલાઈ
આ વીડિયોને 2.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 81 હજારથી વધુ લાઈક્સ મળી છે. કેટલાક યુઝર્સે પોસ્ટના કોમેન્ટ એરિયામાં ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આપી છે. મહિલાની ચિંતા કરતા એક યુઝરે લખ્યું, "હું આ મહિલાને ચશ્મા પહેરવાની સલાહ આપીશ, હવે તેના માટે કોઈ કોન્ટેક્ટ લેન્સ નથી."
બીજી પોસ્ટમાં લોકોની પ્રતિક્રિયાઓની તસવીરો શેર કરતાં ડૉક્ટરે આગળ લખ્યું, "મેં તમામ કોન્ટેક્ટ લેન્સ કાળજીપૂર્વક કાઢ્યા છે, કુલ 23 કોન્ટેક્ટ લેન્સ છે. મારે કોન્ટેક્ટ લેન્સને અલગ કરવા માટે એક અદ્ભુત સાધનનો ઉપયોગ કરવો પડ્યો હતો. તમામ લેન્સ પોપચામાં ચોંટી ગયા હતાં.`


