આવી અદ્ભુત કેક બનાવવામાં એનો લગભગ દોઢ દિવસ જાય છે

અદ્ભુત ભ્રામક કેક માટે તે સામાન્ય રીતે ૧૫૦ પાઉન્ડ (લગભગ ૧૪,૨૫૬ રૂપિયા) ચાર્જ કરે છે જેને પૂર્ણ કરવામાં લગભગ દોઢ દિવસ લાગે છે.
સ્કૉટલૅન્ડના શહેર ગ્લેનરોથેસની ૩૬ વર્ષની પ્રતિભાશાળી બેકર લીન ડેવિડસન કેક બનાવીને એને અન્ય ખાદ્ય પદાર્થના રૂપમાં એવી ચતુરાઈથી ઢાળે છે કે એને જોનાર પહેલી નજરે આબાદ રીતે છેતરાઈ જાય. ૧૫૦ પાઉન્ડ (લગભગ ૧૪,૨૫૬ રૂપિયા)માં વેચાતી તેની આવી અદ્ભુત કેક બનાવવામાં એનો લગભગ દોઢ દિવસ જાય છે. લીન સ્ટેક, કબાબ કે મૅક્ડોનલ્ડ્સ બર્ગર જેવી જ દેખાતી કેક એટલી આબેહૂબ બનાવે છે કે જોનાર વ્યક્તિ પહેલી નજરે થાપ ખાઈ જાય.
ગ્લેનરોથેસ, સ્કૉટલૅન્ડની ૩૬ વર્ષની લીન ડેવિડસન કેક બનાવે છે જે પીત્ઝા, રેમેન અને ચિકન વિન્ગ્સ સહિતનાં તાજેતરનાં વ્યંજન જેવું દેખાય છે.
છેલ્લા એક વર્ષથી કેક એમ્પોરિયમ ચલાવતી લીન જણાવે છે કે ‘પહેલી વાર જ્યારે તેણે આ કેક બનાવવાની કોશિશ કરી ત્યારે તેણે જોખમ લઈને ઘણી મહેનત બાદ આ અખતરો કર્યો હતો. તેનું કહેવું છે કે તેને હંમેશાં જોખમ લઈને કામ કરવાનું ગમે છે, જેમાં મોટા ભાગે તે સફળ થાય છે.