વિશાખાપટનમના કાચના સ્કાયવૉકની ઊંચાઈ ૨૬૨ મીટર છે અને લંબાઈ પંચાવન મીટર છે. આવતા વીકમાં એ ખુલ્લો મુકાશે અને ભારતનો સૌથી ઊંચો અને લાંબો સ્કાયવૉક બની જશે.
વિશાખાપટનમમાં ખુલ્લો મુકાશે ભારતનો સૌથી લાંબો અને ઊંચો ગ્લાસનો સ્કાયવૉક
વિશાખાપટનમના કૈલાશગિરિ પર્વત પર ગ્લાસનો સ્કાયવૉક બનીને લગભગ તૈયાર થઈ ચૂક્યો છે. આ ભારતનો સૌથી ઊંચો અને સૌથી લાંબો સ્કાયવૉક હશે. આ સ્કાયવૉક પર ચાલતી વખતે તમે જાણે હવામાં ચાલતા હો એવી ફીલ આવશે. ઊંચાઈ પર કાચના સ્કાયવૉક પર ચાલવાના અનુભવની વાત આવે તો અત્યાર સુધી ચીન મોખરે રહ્યું છે. જોકે હવે વિશાખાપટનમનો સ્કાયવૉક ભારતમાં જ આવો થ્રિલિંગ-અનુભવ અપાવશે. વિશાખાપટનમના કાચના સ્કાયવૉકની ઊંચાઈ ૨૬૨ મીટર છે અને લંબાઈ પંચાવન મીટર છે. આવતા વીકમાં એ ખુલ્લો મુકાશે અને ભારતનો સૌથી ઊંચો અને લાંબો સ્કાયવૉક બની જશે.
વિશ્વનો ઊંચો સ્કાયવૉક ક્યાં?
ચીનમાં વિશ્વનો સૌથી ઊંચો ગ્લાસ સ્કાયવૉક છે. એની ઊંચાઈ ૩૦૦ મીટરની છે અને એ ૨૬૨ મીટર લાંબો છે.


