ઇન્ટરનેટ પર ઝોમાટોના એક ડિલિવરી એજન્ટનો વિડિયો વાઇરલ થયો છે. તેને હાથ નથી છતાં આત્મનિર્ભર થવા માટે કામ કરવાનું છોડ્યું નથી.
અજબગજબ
રાધર, હાથ વિના તે સ્કૂટર ચલાવીને લોકોને ઘેર-ઘેર ફૂડ ડિલિવરી કરે છે.
ઇન્ટરનેટ પર ઝોમાટોના એક ડિલિવરી એજન્ટનો વિડિયો વાઇરલ થયો છે. તેને હાથ નથી છતાં આત્મનિર્ભર થવા માટે કામ કરવાનું છોડ્યું નથી. રાધર, હાથ વિના તે સ્કૂટર ચલાવીને લોકોને ઘેર-ઘેર ફૂડ ડિલિવરી કરે છે. ટ્રાફિકમાં અટવાયેલા આ ભાઈને વિડિયો લેનાર પૂછે છે, ‘ચલા લેતે હો અંકલ?’ એના જવાબમાં ભાઈ માત્ર માથું ધુણાવીને સ્મિત સાથે હા પાડે છે. વિડિયો લેનાર કહે છે, ‘બહુત હી અચ્છા લગા અંકલ આપકો દેખ કે.’ એટલે ડિલિવરી બૉય સ્માઇલ કરીને ત્યાંથી સ્કૂટર લઈને જતો રહે છે. કપરા સંજોગોનો પડકાર ઝીલીને આ ભાઈએ ખુમારીથી કામ અપનાવ્યું છે એને સોશ્યલ મીડિયા પર ખૂબ વાહવાહી મળી છે.