એક વાર પસાર થઈ ગયેલો સિંહ ફરીથી પાછો આવે છે અને સૂતેલી વ્યક્તિને સૂંઘીને પાછો જતો રહે છે. આખીય ઘટના કોઈ ઘર કે દુકાનની બહાર લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયેલી છે
રોડ પર સૂતેલા ભાઈને સિંહ આવીને સૂંઘી ગયો, પરંતુ હુમલો કર્યો નહીં
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે એમાં રહેણાક વિસ્તારમાં કોઈ માણસ રોડની સાઇડ પર પથારી કરીને સૂતો છે. એવામાં અચાનક શાંતિથી ચાલતો-ચાલતો એક સિંહ આવે છે અને ત્યાંથી નીકળી જાય છે. એક વાર પસાર થઈ ગયેલો સિંહ ફરીથી પાછો આવે છે અને સૂતેલી વ્યક્તિને સૂંઘીને પાછો જતો રહે છે. આખીય ઘટના કોઈ ઘર કે દુકાનની બહાર લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયેલી છે. નવાઈની વાત એ છે કે સિંહભાઈ આવીને જતા રહ્યા એની પેલા સૂતેલા માણસને તો ખબર પણ નહોતી અને ગનીમત એ રહી કે સિંહભાઈએ પેલા માણસ પર હુમલો ન કર્યો. જોકે એવી ચર્ચા છે કે આ વિડિયો કદાચ AI જનરેટેડ હોઈ શકે છે.

