સબમરીન હેચ જેવા દરવાજા પાછળ છુપાયેલા બાથરૂમમાં ગોળાકાર શાવર અને ખાતર બનાવવા માટેનું શૌચાલય સામેલ છે. આ સિલો ચાર મીટર ઊંચું અને ચાર મીટર પહોળું છે.
સિલોમાં બેડરૂમ, બાથરૂમ અને રસોડું
બ્રિટનના ડર્બીશરમાં રહેતા બૉબ કૅમ્પબેલ અને તેના પાર્ટનર કૅરોલે માત્ર એક પાઉન્ડ એટલે કે આશરે ૧૧૫ રૂપિયામાં અનાજ ભરવા માટે વપરાતી મોટી કોઠી ખરીદી હતી. આ કોઠીમાં તેમણે લગભગ ૪.૬ લાખ રૂપિયાનું રોકાણ કરીને એને એક ટાઇની હાઉસમાં તબદિલ કરી દીધું હતું. મૂળે બૉબભાઈ ૨૦૧૯માં દારૂના નશામાં હતા ત્યારે તેમણે ઑનલાઇન કંપની eBay પરથી આ કોઠી ખરીદી હતી. જોકે અનાજ ભરવાની આ કોઠીમાં હવે તેઓ રહે છે. એ કોઠીને તેમણે ધીમે-ધીમે એક ઘરમાં કન્વર્ટ કરી નાખ્યું છે. આ સિલોમાં બેડરૂમ, બાથરૂમ અને રસોડું છે. બૉબ અને કૅરોલે જૂના ગૅસ-સિલિન્ડરમાંથી ફાયરપ્લેસ બનાવ્યું છે અને કૉન્ક્રીટમાં લાકડાના વહેરનો ઉપયોગ કરીને બનાવેલું ડાઇનિંગ ટેબલ સુંદર રીતે શણગાર્યું છે. દીવાલો રીસાઇકલ પ્લાસ્ટિકથી ઇન્સ્યુલેટેડ છે અને જૂના પૅલેટ્સને ઈંટો તરીકે ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યા છે. રસોડામાં ઓવન, હોબ, કીટલી અને સિંક જેવી આવશ્યક વસ્તુઓ છે, જેમાં મસાલા માટે પૂરતી જગ્યા છે. બેડરૂમ ઉપરના માળે આવેલો છે જે ઉપયોગમાં ન હોય ત્યારે સીડી દ્વારા પહોંચી શકાય છે. સબમરીન હેચ જેવા દરવાજા પાછળ છુપાયેલા બાથરૂમમાં ગોળાકાર શાવર અને ખાતર બનાવવા માટેનું શૌચાલય સામેલ છે. આ સિલો ચાર મીટર ઊંચું અને ચાર મીટર પહોળું છે.

