Viral Video: આ મામલો પોલીસના ધ્યાનમાં આવ્યો છે જેથી આ વીડિયોની તપાસ કર્યા બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાના અપમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક કૂતરાને નવડાવતી વખતે ત્રિરંગા ઝંડાથી સાફ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ જિલ્લાવાસીઓમાં યુવા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ કેસમાં વીડિયોના આધારે પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી છે. જો કે આ વીડિયોમાં કરર્વમાં આવેલો દાવો સાચો છે કે ખોટો તે તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે.
રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો આપનાર કરવાનો દાવો કરવામાં આવી રહેલા વીડિયોમાં (Viral Video) બાબતે વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું છે રવિવારે વહેલી સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપીના ફતેહપુર જિલ્લામાં એક યુવક તેના ઘરની સામે કૂતરાને નવડાવી રહ્યો છે. આ દરમિયાન યુવક ત્રિરંગા ઝંડા વડે કૂતરાની સફાઈ કરી રહ્યો છે. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. યુવકની આ કામ કરવાની સ્ટાઈલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયો જોયા બાદ તમામ જિલ્લાવાસીઓ સાથે લોકોએ પણ આ ઘટનાને લઈને ગુસ્સો વ્યકત કર્યો છે.
ADVERTISEMENT
લોકોએ વીડિયોમાં તિરંગાનું આ રીતે અપમાન (Viral Video) કરતાં દેખાતા યુવકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માગણી કરી છે. ચર્ચા છે કે આ વાયરલ વીડિયો ફતેહપુર જિલ્લાના આસોથેર પોલીસ સ્ટેશન વિસ્તારના નગર પંચાયતના કિલાપર વોર્ડનો છે. આ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અરવિંદ મૌર્યએ જણાવ્યું કે વાયરલ વીડિયોનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે જેથી આ વીડિયોની તપાસ કર્યા બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વધુ એક વ્યકતી દ્વારા ત્રિરંગાનું અપમાન કરવાની ઘટના બની હતી. સુરતના (Viral Video) એક રહેવાસી અઝીઝ સાયકલવાલાએ રવિવારે ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં યોજનારી એક પેટ મેરેથોન પહેલા પેટ લવર્સ ગ્રુપ સુરત દ્વારા પેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનમાં એક વ્યકતીએ તેના લેબ્રાડોરને ત્રિરંગા પહેરાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી આવું કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો. શહેર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની કલમ 2 હેઠળ કેસ, ભરત ગોહિલ સામે નોંધવામાં આવ્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિને આયોજિત પાલતુ દોડ દરમિયાન સુરતના એક રહેવાસીની સોમવારે સ્થાનિક પોલીસ દ્વારા તેના પાલતુ કૂતરાને ત્રિરંગામાં પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ હતા.


