કેટલાકે આને ફોટો પડાવવા માટેનું ડિંડક ગણાવ્યું હતું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
જિમમાં જવા માટે લોકો સ્પેશ્યલ ડ્રેસ અને શૂઝ ખરીદે છે, પણ એક મહિલાએ તો હદ કરી નાખી હતી. એક મહિલા જિમમાં સાડી પહેરીને ગઈ અને તેણે કસરત પણ કરી. મહિલાએ ૧૪૦ કિલોના ડેડલિફ્ટ પણ કર્યા. સોશ્યલ મીડિયા પર આ મહિલાનો વિડિયો વાઇરલ થયો છે. ફિટનેસ-મૉડલે સોશ્યલ મીડિયામાં આ વિડિયો મૂકીને પરંપરાગત પહેરવેશ વિશે ચર્ચા જવાગી છે. કેટલાકે આને ફોટો પડાવવા માટેનું ડિંડક ગણાવ્યું હતું તો કેટલાકે વળી સાડી પહેરીને પણ ડેડલિફ્ટ કરવા એ નાની માના ખેલ નથી એવું પણ કહ્યું હતું.

