તેમણે મોબાઇલ ચાર્જ કરવા માટે આપેલા પ્લગમાં પંખાની સ્વિચ નાખીને પંખો ચાલુ કરી દીધો છે. બીજા પૅસેન્જરો આ ભાઈને ટેક્નૉલૉજિયા જુગાડ માટે ઘૂરી-ઘૂરીને જોઈ રહ્યા છે.
ટ્રેનમાં પર્સનલ પંખો લઈને પહોંચી ગયો
સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માણસ ભારતની ટ્રેનમાં સફર કરી રહ્યો છે. ટ્રેન આખી ભરેલી છે. કેટલાક લોકો તો ઊભા પણ છે. જોકે એમાં ક્યારેય જોવા ન મળે એવો નજારો છે. એક ભાઈ સ્ટૅન્ડિંગ ફૅન લઈને ગયા છે. ત્રણ જણની બેસવાની સીટની કિનારીએ બેસીને આ ભાઈએ પંખો ચાલુ કરી દીધો છે. કદાચ આ ભાઈ પંખાને સામાન તરીકે પોતાની સાથે લાવ્યા હશે, પરંતુ તેમણે મોબાઇલ ચાર્જ કરવા માટે આપેલા પ્લગમાં પંખાની સ્વિચ નાખીને પંખો ચાલુ કરી દીધો છે. બીજા પૅસેન્જરો આ ભાઈને ટેક્નૉલૉજિયા જુગાડ માટે ઘૂરી-ઘૂરીને જોઈ રહ્યા છે.


