Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગરમીમાં ઠંડક મેળવવા ડાયપરને ફ્રિજમાં ઠંડું કરીને કૂલિંગ હેલ્મેટ બનાવી દીધું

ગરમીમાં ઠંડક મેળવવા ડાયપરને ફ્રિજમાં ઠંડું કરીને કૂલિંગ હેલ્મેટ બનાવી દીધું

Published : 18 July, 2026 02:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માથું કૂલ રાખવા માટે આ દોસ્તોએ ડાયપરનો ઉપયોગ કર્યો છે

આ અનોખી કૂલિંગ સિસ્ટમ પહેરીને આ દોસ્તો બાઇક પર ઘૂમવા નીકળ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે

અજબ ગજબ

આ અનોખી કૂલિંગ સિસ્ટમ પહેરીને આ દોસ્તો બાઇક પર ઘૂમવા નીકળ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે


ગરમીમાં ટૂ-વ્હીલર પર સફર કરવાની હોય ત્યારે માથે હેલ્મેટ પહેરવાથી વધુ બફારો થતો હોય છે. કેટલાક બાઇકર્સ ગરમ પવનથી બચવા માટે ભીનો રૂમાલ મોં પર કે માથા પર બાંધી દેતા હોય છે, એ પછી પણ બંધ હેલ્મેટને કારણે ગરમી તો થાય જ છે. જોકે સોશ્યલ મીડિયા પર બે મિત્રોએ આ સમસ્યાનો પણ તોડ કાઢી લીધો છે. માથું કૂલ રાખવા માટે આ દોસ્તોએ ડાયપરનો ઉપયોગ કર્યો છે.



તેમણે પહેલાં બાળકોનું ડાયપર પાણીમાં પલાળ્યું અને પછી એને ફ્રિજમાં મૂકીને ઠંડું કરી લીધું. એ ઠંડું ડાયપર માથા પર હેલ્મેટની જગ્યાએ પહેરી લીધું.  બાઇક ચલાવતી વખતે હાથ પર પણ તાપ પડે છે એટલે હથેળીમાં પણ ગ્લવ્સની જગ્યાએ ડાયપર પહેરી લીધું છે. આ અનોખી કૂલિંગ સિસ્ટમ પહેરીને આ દોસ્તો બાઇક પર ઘૂમવા નીકળ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK