ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલો આ વિડિયો ઓડિશાના સંબલપુરમાં કૅપ્ચર કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
માણસ ઊંચા સાઇનબોર્ડ પર પુશ-અપ્સ કરતો જોવા મળ્યો હતો
નશાની હાલતમાં માણસ સામાન્ય રીતે ભાન ભૂલી જતો હોય છે. તમે કદાચ નશાની હાલતમાં આખલાની સવારી કરનારી વ્યક્તિનો એક વિડિયો જોયો હશે. આવા તો અનેક વિડિયોઝ છે. હવે એક નવા વિડિયોમાં એક માણસ ઊંચા સાઇનબોર્ડ પર પુશ-અપ્સ કરતો જોવા મળ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલો આ વિડિયો ઓડિશાના સંબલપુરમાં કૅપ્ચર કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એમાં જોવા મળ્યું હતું કે નશામાં રહેલો આ માણસ સાઇનબોર્ડ પર પુશ-અપ્સ કરી રહ્યો છે અને એની નીચેથી વાહનો પસાર થઈ રહ્યાં છે.


