એક વિડિયોમાં સૈનિકોને ચોક્કસ પોશ્ચરમાં સુવડાવવામાં આવ્યા છે અને તેમના પર ડઝનબંધ ઝેરી સાપ છોડવામાં આવ્યા છે.
ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેઇનિંગ આપવામાં આવે છે
ઇન્ડિયન આર્મીમાં કેવી કડક ટ્રેઇનિંગ હોય છે એના કિસ્સા આપણે સાંભળ્યા હશે, પણ એક વિડિયોમાં એવો દાવો થઈ રહ્યો છે કે આર્મીના સૈનિકોને તાલીમ દરમ્યાન જંગલમાં હોય ત્યારે ઝેરી પ્રાણીઓથી પણ વિચલિત ન થવાય એ શીખવવા માટે રિયલ સાપનો ઉપયોગ થાય છે. એક વિડિયોમાં સૈનિકોને ચોક્કસ પોશ્ચરમાં સુવડાવવામાં આવ્યા છે અને તેમના પર ડઝનબંધ ઝેરી સાપ છોડવામાં આવ્યા છે. સાપ તેમના શરીર પર આમ-તેમ ફરે છે અને એ દરમ્યાન સૈનિકોને જરાય હલવાની છૂટ નથી. મિલિટરી મૉન્ક નામના ‘ઍક્સ’ હૅન્ડલ પરથી શૅર કરવામાં આવેલા વિડિયો સાથે લખ્યું છે, ‘સાપ તમારા શરીર પર ફરતો હોય ત્યારે પણ શાંતિ આમ જળવાય. બેલગામની કમાન્ડો ટ્રેઇનિંગ સ્કૂલ છે આ.’

