વડોદરામાં રવિવારે નંદેસરી બ્રિજ પર ટૂ-વ્હીલર લઈને જઈ રહેલા સિદ્ધરાજ સિંહ મહિન્દાને અચાનક એક કારે પાછળથી ટક્કર મારતાં તેની બાઇક એક તરફ પડી અને તે ઊછળીને બ્રિજની બહારની દીવાલ પર પડ્યો હતો.
બાઇકર બ્રિજ પરથી નીચે પડ્યો, પણ ખિલ્લામાં ફસાયેલા શર્ટે બચાવી લીધો
વડોદરામાં રવિવારે નંદેસરી બ્રિજ પર ટૂ-વ્હીલર લઈને જઈ રહેલા સિદ્ધરાજ સિંહ મહિન્દાને અચાનક એક કારે પાછળથી ટક્કર મારતાં તેની બાઇક એક તરફ પડી અને તે ઊછળીને બ્રિજની બહારની દીવાલ પર પડ્યો હતો. સિદ્ધરાજ ઊછળીને ૨૦ ફુટ ઊંચા બ્રિજની નીચે જ પટકાઈ ગયો હોત, જો તેણે પહેરેલું શર્ટ બ્રિજને લાગેલા થાંભલાના ખિલ્લામાં ફસાયું ન હોત. બ્રિજ નીચે લટકી રહેલા સિદ્ધરાજે નજીકની પાઇપ પકડી લીધી હતી અને ગણતરીની ક્ષણોમાં ઍક્સિડન્ટ જોનારા લોકો તરત જ એ યુવકને બચાવવામાં લાગી ગયા હતા. ત્રણ-ચાર જણે ભેગા મળીને યુવકને ઉપર ખેંચી લીધો હતો. તેને ઉપર ખેંચવામાં આવ્યો ત્યારે તે સૂધબૂધ ગુમાવી રહ્યો હતો અને ઉપર લાવ્યા પછી તે બેહોશ થઈ ગયો હતો. તરત સયાજીરાવ હૉસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. તેને મામૂલી ઈજા જ થઈ હતી.


