ડૉક્ટરો પાસે એ વાતનો જવાબ નથી કે આટલાં વર્ષો સુધી તે કઈ રીતે ટકી રહી છે.
૨૬ વર્ષની મુલુવર્ક ઍમ્બાવ
કોઈ માણસ ખાધા-પીધા વગર કેટલા દિવસ જીવી શકે? તમે કહેશો કે એક અઠવાડિયું કે વધુમાં વધુ એક મહિનો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના જણાવ્યા અનુસાર આ રેકૉર્ડ ૧૮ દિવસનો છે. જોકે ઇથિયોપિયાની એક મહિલાએ તો ૧૬ વર્ષથી કાંઈ ખાધું-પીધું નથી. ૨૬ વર્ષની મુલુવર્ક ઍમ્બાવનો દાવો છે કે તેણે છેલ્લી વાર ભોજન ૧૦ વર્ષની ઉંમરે લીધું હતું અને ત્યારથી તેણે અન્નનો એક દાણો પણ મોઢામાં નથી નાખ્યો અને નથી પાણી પીધું. લોકોને એ જાણીને નવાઈ લાગે છે કે શું આ યુવતીને ભૂખ કે તરસ નહીં લાગતી હોય? મુલુવર્ક પોતાના પરિવાર માટે જમવાનું બનાવે છે, પણ તેને બિલકુલ ભૂખ નથી લાગતી. તેણે છેલ્લાં ૧૬ વર્ષથી ટૉઇલેટનો પણ ઉપયોગ નથી કર્યો. ફક્ત તે નાહવા માટે બાથરૂમમાં જાય છે. પ્રેગ્નન્સી વખતે તેને એનર્જી માટે ગ્લુકોઝની બૉટલ ચડાવવામાં આવી હતી અને ડિલિવરી બાદ યુવતી બ્રેસ્ટ-ફીડ ન કરાવી શકતાં બાળકને આર્ટિફિશ્યલ દૂધ પીવડાવવામાં આવતું હતું.
મુલુવર્ક પર છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણી ટેસ્ટ કરવામાં આવી છે જેમાં ડૉક્ટરોને તેનામાં કોઈ પ્રૉબ્લેમ નથી જણાયો. જોકે ડૉક્ટરો પાસે એ વાતનો જવાબ નથી કે આટલાં વર્ષો સુધી તે કઈ રીતે ટકી રહી છે.

