તેઓ ૧૦૦ દિવસ પૂરા કરવાની આશા સેવી રહ્યા છે
જોસેફ ડિતુરી
જોસેફ ડિતુરી નામના એક પ્રોફેસરે પાણીની અંદર જુલેની અન્ડરવૉટર લૉજમાં ૭૪ દિવસ સુધી રહીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. જોકે તેઓ ૧૦૦ દિવસ પૂરા કરવાની આશા સેવી રહ્યા છે. આ અગાઉ બે પ્રોફેસરોએ ૭૩ દિવસ સુધી પાણીની અંદર રહીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો.
લૉજમાંના તેમના રોકાણ દરમ્યાન પ્રોફેસર ડિતુરી લાંબો સમય સુધી પાણીમાં રહીને માનવશરીર કેવી પ્રતિક્રિયા આપે છે એનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ હળવું વર્કઆઉટ કરીને તેમ જ
પ્રોટીન-રિચ ખોરાક ખાઈને પોતાને સ્વસ્થ રાખે છે.
ADVERTISEMENT
તેમના શૈક્ષણિક આઉટરીચ સાથે તબીબી અને સમુદ્ર સંશોધનને જોડતા ‘પ્રોજેક્ટ ફૉર્ચ્યુન’ મિશનનું આયોજન મરીન રિસોર્સિસ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ડિતુરીના સંશોધનના આઉટરીચ ભાગમાં સમુદ્રની નીચે તેમના ડિજિટલ સ્ટુડિયોમાંથી ઑનલાઇન વર્ગો અને પ્રસારણ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. છેલ્લા ૭૪ દિવસમાં દરિયાઈ વિજ્ઞાનના ઑનલાઇન વર્ગો દ્વારા તેઓ ૨૫૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હતા. સપાટી પર હો ત્યારે કઈ વસ્તુની સૌથી વધુ કમી અનુભવો છો? એના જવાબમાં તેમણે કહ્યું કે સૂર્યપ્રકાશની કમી સૌથી વધુ લાગી રહી છે.


