Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકને બિયરથી ચાલતી મોટરસાઇકલ ઇન્વેન્ટ કરી

અમેરિકને બિયરથી ચાલતી મોટરસાઇકલ ઇન્વેન્ટ કરી

14 May, 2023 11:01 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાઇકમાં ખાસ કરીને હીટિંગ કોઇલ છે

કાય માઇકલસન

Offbeat

કાય માઇકલસન


અમેરિકામાં રહેતો કાય માઇકલસન યુનિક શોધ માટે જાણીતો છે. તેણે હવે બિયરથી ચાલતી બાઇકનું નવું ઇન્વેન્શન કર્યું છે. કાયે કહ્યું કે આ બાઇક ખરેખર અલગ છે. આ બાઇકમાં ખાસ કરીને હીટિંગ કોઇલ છે. આ કોઇલથી બિયર ગરમ થાય છે, જેનાથી આ બાઇકને શરૂ કરવા માટે પાવર મળે છે. તેણે બ્લુમિંગ્ટન સિટીમાં તેની ગૅરેજમાં આ બાઇક તૈયાર કરી હતી.

આ બાઇક વિશે તેણે વધુમાં કહ્યું હતું કે ‘બિયરને ૩૦૦ ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે અને જ્યારે એ પાછળ રહેલા નોઝલમાંથી પસાર થાય છે ત્યારે બિયર અતિશય ગરમ વરાળમાં ફેરવાઈ જાય છે, જેનાથી બાઇકને આગળ ધપાવવા માટે પૂરતું બળ મળે છે.’



એમ જણાય છે કે આ બાઇક આખરે તેના મ્યુઝિયમનો એક ભાગ બની જશે. માઇકલસને તેના ઘરને મ્યુઝિયમમાં ટ્રાન્સફૉર્મ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2023 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK