Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકન પોલીસ ઑફિસર્સના ‘નાટુ નાટુ’ પર ડાન્સનો વિડિયો થયો વાઇરલ

અમેરિકન પોલીસ ઑફિસર્સના ‘નાટુ નાટુ’ પર ડાન્સનો વિડિયો થયો વાઇરલ

15 March, 2023 12:14 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હોળીના સેલિબ્રેશનનો દિવસનો આ વિડિયો છે, કેમ કે લોકો કલર અને ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા

અમેરિકન પોલીસ ઑફિસર્સના ‘નાટુ નાટુ’ પર ડાન્સનો વિડિયો Offbeat News

અમેરિકન પોલીસ ઑફિસર્સના ‘નાટુ નાટુ’ પર ડાન્સનો વિડિયો


રવિવારે યોજાયેલા ઑસ્કર અવૉર્ડ‍્સમાં એસ. એસ. રાજામૌલીની ‘RRR’ ‘નાટુ નાટુ’ માટે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ જીતનારી પહેલી ઇન્ડિયન ફિલ્મ બની છે. આ સુપરહિટ સૉન્ગ રિલીઝ થયું ત્યારથી એના પર ડાન્સ કરતા લોકોના વિડિયો સોશ્યલ મીડિયા પર ભરપૂર વાઇરલ થયા છે. હવે આ ધમાકેદાર સૉન્ગ પર ડાન્સ કરતા અમેરિકન પોલીસ અધિકારીઓનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

નેનવત જગન નામના એક યુઝર દ્વારા ઑસ્કર સેરેમની પહેલાં ટ‍્વિટર પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. જોકે આ ફિલ્મે અવૉર્ડ જીત્યો એ પછી સોશ્યલ મીડિયા પર એ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વિડિયોમાં પોલીસ અધિકારીઓ આ સૉન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એમ જણાય છે કે હોળીના સેલિબ્રેશનનો દિવસનો આ વિડિયો છે, કેમ કે લોકો કલર અને ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા. આ વિડિયોને શૅર કરવામાં આવ્યો ત્યારથી એણે ૫.૪ લાખ વ્યુઝ અને ૫૦૦૦ લાઇક્સ મેળવી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 12:14 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK