રિચર્ડ ગ્રોવ ૭૯ વર્ષના છે અને શક્ય હોય એટલાં વર્ષ સુધી કામ કરવા માગે છે.
લાઇફમસાલા
રિચર્ડ ગ્રોવે
સામાન્ય રીતે વ્યક્તિ ૬૦ વર્ષની ઉંમરે રિટાયર થાય છે અને એ સમય નજીક આવે એ પહેલાં જ આરામ અને મનગમતી પ્રવૃત્તિઓ કરવાના પ્લાન બનાવી નાખે છે. જોકે ઇન્ક ઇન્ક (Ink Inc) પબ્લિક રિલેશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) રિચર્ડ ગ્રોવ જુદું જ વિચારે છે. રિચર્ડ ગ્રોવ ૭૯ વર્ષના છે અને શક્ય હોય એટલાં વર્ષ સુધી કામ કરવા માગે છે. રિચર્ડ ગ્રોવ ઇન્ક ઇન્ક પબ્લિક રિલેશન્સના ફાઉન્ડર, ચૅરમૅન અને CEO છે, જેઓ છેલ્લાં ૩૦ વર્ષથી આ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે.
રિચર્ડ ગ્રોવે કહ્યું કે ‘હું કૅન્સસમાં ૨૭ એકરની પ્રૉપર્ટી પર રહું છું અને સદ્નસીબે એવા મિત્રો અને પરિવાર મળ્યા છે જેઓ મારી કામ કરવાની ધગશને સપોર્ટ કરે છે. મને ખ્યાલ છે કે ઘણા લોકો ૬૦ના દાયકામાં નિવૃત્તિ લેવાનું વિચારે છે, પણ મારા મગજમાં ક્યારેય આવો વિચાર નથી આવ્યો. આ ઉપરાંત, પબ્લિક રિલેશન્સની જૉબમાં ના સાંભળવી કે ક્લાયન્ટ, મીડિયા આઉટલેટ્સ અને કર્મચારીઓની અપેક્ષાઓ પૂરી કરવી એ પડકારજનક છે, પણ મેં તેમની સાથે ડીલ કરવા માટે જરૂરી સ્કિલ અને ધીરજ વિકસાવ્યાં છે.’
ADVERTISEMENT
૭૯ વર્ષની ઉંમરે રિચર્ડનો કામ પ્રત્યેનો ઉત્સાહ ઓસર્યો નથી એનું એક કારણ તેમનું આરોગ્ય પણ છે. તેઓ નિયમિત વર્કઆઉટ કરે છે, ડાયટનું ધ્યાન રાખે છે અને હંમેશાં નવી વાતો શીખતા રહે છે.