Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દમ હોય તો ૧ રૂપિયાનો ગોટાળો શોધી બતાવો, ૧ લાખ રૂપિયાનું ઇનામ આપીશ

દમ હોય તો ૧ રૂપિયાનો ગોટાળો શોધી બતાવો, ૧ લાખ રૂપિયાનું ઇનામ આપીશ

Published : 31 May, 2026 03:00 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંગીતા ચૌધરીએ કહ્યું છે કે તેમણે વિકાસકાર્યો માટે મળેલા પ્રત્યેક રૂપિયાનો ઉપયોગ કર્યો છે અને એ પણ સાચી રીતે

સંગીતા ચૌધરી

અજબ ગજબ

સંગીતા ચૌધરી


ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના અહાતા ગૌસગઢ ગામની મહિલા ગ્રામ પ્રધાન સંગીતા ચૌધરીએ ભ્રષ્ટાચારમુક્ત ગ્રામપંચાયતની એક અનોખી મિસાલ પેશ કરી છે. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન પાઈ-પાઈનો હિસાબ જાહેર કર્યો છે અને ગામજનોને ખુલ્લી ચૅલૅન્જ આપી છે કે એક રૂપિયાનો પણ ગોટાળો થયો છે એવું કોઈ સાબિત કરી આપશે તેને ૧ લાખ રૂપિયાનું ઇનામ મળશે.

સંગીતા ચૌધરીએ કહ્યું છે કે તેમણે વિકાસકાર્યો માટે મળેલા પ્રત્યેક રૂપિયાનો ઉપયોગ કર્યો છે અને એ પણ સાચી રીતે. તેમણે પોતાના શાસનકાળ દરમ્યાન થયેલા ખર્ચનો પાઈ-પાઈનો હિસાબ રાખ્યો છે. ભ્રષ્ટાચારમુક્ત શાસન કર્યું હોવાનો દાવો પેશ કરતાં તેમણે દરેક ગામવાળાને પડકાર આપતાં કહ્યું છે, ‘ગ્રામપંચાયતનો પૈસો કોઈ પ્રધાન કે સરપંચનો નથી હોતો, આખા ગામની અમાનત હોય છે. ગામની અમાનત સાચી જગ્યાએ વપરાઈ છે એ ચકાસવાનો દરેકને હક છે. જેમને પણ ચકાસણી કરવી હોય એ પંચાયતની ઑફિસે આવી શકે છે. તેમને હું ચા પીવડાવીશ અને તેઓ નિરાંતે હિસાબ ચેક કરી શકે છે. જો એક પણ રૂપિયાની ગરબડ હશે તો હું મારા ખિસ્સામાંથી એક લાખ રૂપિયાનું ઇનામ આપીશ.’


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 03:00 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK