Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રૂપિયાની આરતી કરીને બમણા કરી આપવાનો દાવો કરતા મૌલાનાએ ૧.૮ કરોડ રૂપિયા ઠગ્યા

રૂપિયાની આરતી કરીને બમણા કરી આપવાનો દાવો કરતા મૌલાનાએ ૧.૮ કરોડ રૂપિયા ઠગ્યા

Published : 23 June, 2026 02:31 PM | IST | Amroha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તંત્રવિદ્યા થકી પોતે કોઈ પણ રકમને બમણી કરી શકે એવો દાવો કરતા આ મૌલાનાએ અનેક લોકોને ઠગ્યા હતા

આલમ નોટોનાં બંડલ્સની સામે આરતી કરતો અને તંત્ર-મંત્ર કરતો જોવા મળે છે

અજબ ગજબ

આલમ નોટોનાં બંડલ્સની સામે આરતી કરતો અને તંત્ર-મંત્ર કરતો જોવા મળે છે


ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક મૌલાનાએ તાંત્રિક વિધિના નામે એક ખેડૂત યુવક પાસેથી કરોડો રૂપિયા ઠગી લીધા હતા. તંત્રવિદ્યા થકી પોતે કોઈ પણ રકમને બમણી કરી શકે એવો દાવો કરતા આ મૌલાનાએ અનેક લોકોને ઠગ્યા હતા. જોકે એક ખેડૂતપુત્ર આ વાતમાં ભોળવાઈ જતાં તેણે લાખો રૂપિયા ગુમાવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આકાશ નામનો ખેડૂતપુત્ર પૈસાની તંગી અનુભવી રહ્યો હતો અને ઘરમાં પરિવારજનની માંદગીને કારણે ખર્ચા પણ ખૂબ વધી ગયા હતા. એવામાં દવા લેવા ગયેલા આકાશને મેડિકલ સ્ટોર પર આલમ નામનો એક મૌલવી મળ્યો. આકાશની પરિસ્થતિમાં પોતે મદદ કરી શકે છે એવો તેણે વિશ્વાસ અપાવ્યો. તેણે કહ્યું કે તે ચોક્કસ તંત્રમંત્રની વિધિ દ્વારા સામે પડેલી રકમને ડબલ કરી શકે છે. આ માટે આકાશે તેને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા. આલમે તેને થોડા જ દિવસમાં એના બદલામાં ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા. આકાશને વિશ્વાસ બેઠો. તેણે એ ૨૦,૦૦૦ રૂપિયામાં થોડા રૂપિયા ઉધાર લઈને ઉમેર્યા અને એ રકમ આલમને આપી. આલમે એ પણ બમણી કરીને આપી. આકાશને આ ફાયદાનો સોદો લાગ્યો. બીજી તરફ આલમ પણ તેના પર વધુ રૂપિયા લાવીને બમણા કરાવવાનું પ્રલોભન વારંવાર મૂકતો રહ્યો. આકાશે પોતાની બાપદાદાની જમીન વેચીને ૧.૮૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા અને એક જ વારમાં કરોડપતિ થઈ જવાની ઇચ્છા જતાવી. આ વખતે રકમ મોટી હોવાથીઆકાશે આલમની સાથે તંત્રવિદ્યામાં પણ હાજર રહેવાની જિદ કરી. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. આલમ નોટોનાં બંડલ્સની સામે આરતી કરતો અને તંત્ર-મંત્ર કરતો જોવા મળે છે. જોકે એ વિધિ પછી તે રૂપિયાને એમ જ રૂમમાં મૂકીને જવા કહે છે. એ પછી આલમ એ રૂપિયા સાથે ગાયબ થઈ ગયો. આલમનો કોઈ અતોપતો ન મળતાં આકાશે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 02:31 PM IST | Amroha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK