ગોરખપુરના કનૈયાલાલ ગુપ્તા ૧૯૪૬માં રેલવેમાં જોડાયા બાદ સતત નૉર્થ ઈસ્ટર્ન રેલવે મઝદૂર યુનિયન (નેરમુ)ના જનરલ સેક્રેટરી નિયુક્ત થતા રહ્યા છે
કનૈયાલાલ ગુપ્તા
ઉત્તર પ્રદેશના ૧૦૬ વર્ષના યુનિયન લીડર કનૈયાલાલ ગુપ્તા ૬૧મી વાર ચૂંટણી જીત્યા બાદ વિશ્વના સૌથી વયસ્ક ઍક્ટિવ યુનિયન લીડર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી રહ્યા છે. ગોરખપુરના કનૈયાલાલ ગુપ્તા ૧૯૪૬માં રેલવેમાં જોડાયા બાદ સતત નૉર્થ ઈસ્ટર્ન રેલવે મઝદૂર યુનિયન (નેરમુ)ના જનરલ સેક્રેટરી નિયુક્ત થતા રહ્યા છે.
૧૯૮૧માં નિવૃત્ત થયા બાદ પણ તેમણે રેલવે યુનિયનનું પ્રતિનિધિત્વ કરવાનું છોડ્યું નહોતું. લિમકા બુક ઑફ રેકૉર્ડ્સના ખિતાબ માટે તૈયારી કરી રહેલા જેપી નારાયણ અને વીવી ગિરિ જેવા અનેક સામાજિક અને રાજકીય કાર્યકરો સાથે કામ કરનાર કનૈયાલાલે કહ્યું કે ૧૯૭૪ના જેપી ચળવળના પ્રણેતા સ્વાતંત્ર્યસેનાની જયપ્રકાશ નારાયણ સાથે કામ કરવાથી તમને ‘પ્રેરણા’ અને ‘નૈતિક બળ’ મળ્યું છે.


