Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મચ્છરોથી પરેશાન લોકોએ મચ્છર ચાલીસા ગાઈને વિરોધ કર્યો

મચ્છરોથી પરેશાન લોકોએ મચ્છર ચાલીસા ગાઈને વિરોધ કર્યો

Published : 04 April, 2026 03:06 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના કાનપુરમાં મચ્છરોથી ત્રસ્ત લોકોએ વિરોધ-પ્રદર્શન માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. કેટલાક લોકોએ ભેગા થઈને રોડ પર બેસીને મચ્છર ચાલીસાનો પાઠ કર્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાનપુરમાં સૂરજ ઢળતાં જ મચ્છરોનો રાફડો ફાટી નીકળે છે.

મચ્છરોથી પરેશાન લોકોએ મચ્છર ચાલીસા ગાઈને વિરોધ કર્યો

મચ્છરોથી પરેશાન લોકોએ મચ્છર ચાલીસા ગાઈને વિરોધ કર્યો


ઉત્તર પ્રદેશના કાનપુરમાં મચ્છરોથી ત્રસ્ત લોકોએ વિરોધ-પ્રદર્શન માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. કેટલાક લોકોએ ભેગા થઈને રોડ પર બેસીને મચ્છર ચાલીસાનો પાઠ કર્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાનપુરમાં સૂરજ ઢળતાં જ મચ્છરોનો રાફડો ફાટી નીકળે છે. એ એટલા આક્રમક હોય છે કે ઘરની બહાર કદમ રાખવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘરમાં પણ જો બારીઓ ખુલ્લી રહી જાય તો ખાતી વખતે મચ્છર મોંમાં ઘૂસી જાય છે. વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિસિપાલિટીએ કોઈ પગલાં જ લીધાં નહીં. મચ્છર મારવાની દવા છાંટવામાં પણ અનિયમિતતા હોવાથી મચ્છર વધી રહ્યા હતા. આસપાસના નાળાની પણ સફાઈ ન થતી હોવાથી મચ્છરો પર નિયંત્રણ થઈ નહોતું રહ્યું. આખરે લોકોએ ભેગા મળીને એક મચ્છર ચાલીસા લખી અને બધાએ ભેગા મળીને આ ચાલીસાનું પઠન કરીને અનોખો વિરોધ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 03:06 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK