ઉત્તર ભારતના પ્રસિદ્ધ બટેશ્વર પશુમેળામાં આ વર્ષે ત્રણથી ૪ કરોડની કિંમતના બાદલ અને ચેતક નામના ઘોડા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. આમ તો હજી પાંચ દિવસ પછી સત્તાવાર રીતે મેળો શરૂ થવાનો છે.
બાદલ અને ચેતક નામ બંને ઘોડા
ઉત્તર ભારતના પ્રસિદ્ધ બટેશ્વર પશુમેળામાં આ વર્ષે ત્રણથી ૪ કરોડની કિંમતના બાદલ અને ચેતક નામના ઘોડા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. આમ તો હજી પાંચ દિવસ પછી સત્તાવાર રીતે મેળો શરૂ થવાનો છે, પરંતુ દેશભરમાંથી ઘોડાના વેપારીઓ તેમના કીમતી ઘોડા લઈને પહોંચ્યા છે. આ વખતે ત્રણથી ૪ કરોડની કિંમતના બાદલ અને ચેતક નામના ઘોડા ચર્ચામાં છે. અલીગઢના ભારદ્વાજ સ્ટડ ફાર્મના માલિક આ ઘોડા લઈને પહોંચ્યા છે. ૩૬ મહિનાનો સફેદ રંગનો બાદલ ગુલઝાર પ્રજાતિનો છે જેની કિંમત ૩ કરોડ અંકાઈ રહી છે, જ્યારે ૩૦ મહિનાનો ચેતક મારવાડી પ્રજાતિનો છે અને સાડા ત્રણથી ૪ કરોડ રૂપિયાનો છે.
