કેલિગે લગભગ બાવીસ દિવસ થઈ ગયા પછી બીજી હૉસ્પિટલમાં બતાવ્યું.
કેલિગ ડોયલ
ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટરમાં બાવીસ વર્ષની કેલિગ ડોયલ નામની યુવતીએ બાવીસ દિવસના અંતરે ટ્વિન્સને જન્મ આપ્યો છે. એક દિવસ અચાનક તેને લેબર પેઇન ઊપડ્યું અને એક બાળકનો જન્મ થયો. જોકે તે જન્મ્યું ત્યારે જ મૃત્યુ પામ્યું હતું. સામાન્ય રીતે આવા સંજોગોમાં ડૉક્ટર ગર્ભમાંના બીજા બાળકની પણ ડિલિવરી કરાવી લે છે, પરંતુ સોનોગ્રાફીમાં બાળક નૉર્મલ જણાતું હતું એટલે ડૉક્ટરોએ તેને છુટ્ટી આપી દીધી. કેલિગે લગભગ બાવીસ દિવસ થઈ ગયા પછી બીજી હૉસ્પિટલમાં બતાવ્યું. ત્યાંના ડૉક્ટરો પણ દંગ રહી ગયા અને ૯ મહિના ઉપરનો સમય થઈ ગયો હોવાથી સિઝેરિયન કરીને બીજા બાળકની ડિલિવરી કરાવી. એ બાળક સ્વસ્થ જન્મ્યું હતું. મૅન્ચેસ્ટરની હૉસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે એક જ માની કૂખે એક જ સમયે કન્સીવ થયેલાં બાળકો બાવીસ દિવસના અંતરે અવતર્યાં હોય એવો કિસ્સો રૅર છે.