જપાનના ટોક્યોમાં એક જાણીતી સુશી રેસ્ટોરાંના પ્રેસિડન્ટે આ વર્ષે ફિશ માર્કેટમાં ટુના માછલીના ઑક્શનમાં એક માછલીને કરોડો રૂપિયામાં ખરીદી લીધી છે. આ ટુના માછલીનું વજન ૨૪૩ કિલો છે અને એ ટોક્યોની મેઇન ફિશ માર્કેટમાં વેચાવા નીકળી હતી.
૨૪૩ કિલોની આ માછલી વેચાઈ ૨૮.૮૯ કરોડ રૂપિયામાં
જપાનના ટોક્યોમાં એક જાણીતી સુશી રેસ્ટોરાંના પ્રેસિડન્ટે આ વર્ષે ફિશ માર્કેટમાં ટુના માછલીના ઑક્શનમાં એક માછલીને કરોડો રૂપિયામાં ખરીદી લીધી છે. આ ટુના માછલીનું વજન ૨૪૩ કિલો છે અને એ ટોક્યોની મેઇન ફિશ માર્કેટમાં વેચાવા નીકળી હતી. ટોક્યોમાં દર વર્ષે નવા વર્ષ નિમિત્તે દુર્લભ અને સ્વાદિષ્ટ હોય એવી યુનિક માછલીઓનું ઑક્શન થાય છે. આ વખતે આ ઑક્શનમાં સૌથી મોંઘી એક માછલી કરોડો રૂપિયામાં વેચાઈ હતી. ૨૪૩ કિલોની આ માછલી સુશી રેસ્ટોરાં ધરાવતા શેફે ૩.૨ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૮.૮૯ કરોડ રૂપિયામાં ખરીદી હતી.


