મેસીએ સ્પેનિશ ફૂટબૉલ ક્લબમાં ૨૧ વર્ષની કારકીર્દી પછી ગઈ ૮ ઑગસ્ટે વિદાય લીધી હતી
લિયોનેલ મેસી
આર્જેન્ટિનાના ફૂટબૉલર લિયોનેલ મેસીએ બાર્સેલોનાથી વિદાય લીધી ત્યારે પત્રકાર પરિષદમાં તેની આંખોમાંથી આંસુ છલકાયા હતા. એ આંસુ લુછવા માટે મેસીએ જે ટિશ્યુ પેપરનો ઉપયોગ કર્યો હતો, એ ઑક્શનમાં વેચવાની તૈયારી કરવામાં આવી છે. ઑક્શનમાં એ ટિશ્યુ પેપરની બેઝિક પ્રાઇસ ૧ મિલ્યન ડૉલર(અંદાજે ૭.૪૩ કરોડ રૂપિયા) નિર્ધારિત છે.
મેસીએ સ્પેનિશ ફૂટબૉલ ક્લબમાં ૨૧ વર્ષની કારકીર્દી પછી ગઈ ૮ ઑગસ્ટે વિદાય લીધી હતી. એ વખતે મેસીએ પત્રકાર પરિષદ યોજી હતી. ભાવવિભોર થઈ ગયેલા મેસીની આંખોમાં આંસુ આવ્યા ત્યારે એ લુછવા માટે તેની પત્ની એન્તોનેલા રોક્કુઝોએ તેને ટિશ્યુ પેપર આપ્યું હતું. ત્યાં તેણે આંસુ લૂછ્યા પછી ટિશ્યુ પેપર કચરાપેટીમાં ફેંકી દીધું ત્યારે એ કાગળના ટુકડાનું ભવિષ્ય એ જાણતો નહોતો. કોઈ અજાણી વ્યક્તિએ કચરાપેટીમાંથી ટિશ્યુ પેપર ઉઠાવી લીધું હતું.

