ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર (આઇએફએસ) સુશાંત નંદાએ આ વિડિયો શૅર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જંગલમાં પ્રાણીઓના વિડિયો જોવાનો એક લહાવો હોય છે, જ્યાં માત્ર પ્રાણી અને પક્ષીઓનો જ અવાજ સંભળાય. સમગ્ર વાતાવરણ આ વિડિયોની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. તાજેતરમાં જંગલમાં આરામ કરતી એક વાઘણનો વિડિયો વાઇરલ થયો છે. ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર (આઇએફએસ) સુશાંત નંદાએ આ વિડિયો શૅર કર્યો છે, જેને કૅપ્શન આપી છે, ‘એક પ્રેમાળ પરિવાર.’ વિડિયોમાં આસપાસનો અવાજ ખરેખરા જંગલની અનુભૂતિ કરાવે છે. આઇએફએસ ઑફિસર રમેશ પાંડેએ કહ્યું કે ‘એક વાઘણ માટે બચ્ચાંઓનો ઉછેર મુશ્કેલ કામ છે. વાઘણ બચ્ચાંઓની સંપૂર્ણ અને ગુપ્ત રીતે સંભાળ રાખે છે. એમને જંગલમાં શિકાર કરવાની અને ટકી રહેવાની વિવિધ યુક્તિ શીખવે છે.’ આટલા શાંત વાતાવરણમાં વાઘણ અને બચ્ચાને જોવાં એ એક અસામાન્ય અને રોમાંચક બાબત છે.