° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


કમ્પ્યુટર સાયન્સમાં ગ્રૅજ્યુએટ આ મહિલા અંગ્રેજીમાં ભીખ માગે છે

25 November, 2021 05:13 PM IST | Varasnasi | Gujarati Mid-day Correspondent

વારાણસીના ઘાટ પર રહેતી અને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી એક મહિલાનો ભીખ માગતો વિડિયો વાઇરલ થયો છે

અંગ્રેજી ભાષામાં ભીખ માંગતી મહિલા

અંગ્રેજી ભાષામાં ભીખ માંગતી મહિલા

વારાણસીના ઘાટ પર રહેતી અને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી એક મહિલાનો ભીખ માગતો વિડિયો વાઇરલ થયો છે. સ્વાતિ નામની આ મહિલા અસ્સી ઘાટ પર ભીખ માગી રહી છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ફેસબુક પર આ વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે સ્વાતિ કમ્પ્યુટર સાયન્સ સાથે ગ્રૅજ્યુએટ થયેલી છે. તેનું અંગ્રેજી સારું છે. તે દક્ષિણ ભારતની વતની છે. બાળકને જન્મ આપ્યા પછી તેના શરીરનો જમણો ભાગ લકવો મારી ગયો છે. છેલ્લાં ત્રણ વરસથી તે અહીં વારાણસીના ઘાટ પર રહે છે. સ્વાતિ આના કરતાં સારા જીવનની અધિકારી છે. તેને આર્થિક મદદની નહીં, આર્થિક સ્વનિર્ભરતા માટે નોકરીની જરૂર છે. પ્લીઝ તેને નોકરી અપાવવામાં મદદ કરો.
જોતજોતામાં આ વિડિયો વાઇરલ થયો અને અત્યાર સુધી ૫૮,૦૦૦થી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. નેટિઝન્સના હૃદય આ વિડિયો જોઈને ભરાઈ ગયાં હતાં અને સૌએ વિડિયો શૅર કરવા સાથે સ્વાતિને નોકરી અપાવવા માટે અપીલ કરી હતી.   

25 November, 2021 05:13 PM IST | Varasnasi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં.

28 November, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

28 November, 2021 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 

28 November, 2021 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK