માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે કૅમરિને આ અનોખા બિઝનેસ આઇડિયાને વૈશ્વિક ઓળખ અપાવી છે
મહત્ત્વની વાત એ છે કે અહીં માત્ર જિરાફ જ આકર્ષણનું કેન્દ્ર નથી. આ પ્રૉપર્ટીમાં ૧૦૦થી વધુ પ્રાણીઓનો વસવાટ છે.
સામાન્ય રીતે લોકો રજાઓ ગાળવા માટે એવી જગ્યાઓ પસંદ કરતા હોય છે જ્યાંથી દરિયાનો સુંદર નજારો અથવા પહાડોની શાંતિ જોવા મળે, પરંતુ અમેરિકાના ઑક્લાહોમામાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીએ આ પરંપરાગત ખ્યાલને બદલી નાખ્યો છે. કૅમરિન ગ્રાન્ટ નામની આ પશુપ્રેમી યુવતીએ એક એવું અનોખું Airbnb તૈયાર કર્યું છે જ્યાં મહેમાનો સવારે ઊઠે ત્યારે તેમની બારીની બહાર યોશી નામનું જિરાફ તેમનું સ્વાગત કરતું જોવા મળે છે.
કૅમરિન ગ્રાન્ટનું આ સફારી સ્ટાઇલ રેન્ટલ હોમ હાલમાં ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યોશી નામનું વિશાળકાય જિરાફ મહેમાનોના નાસ્તાના ટેબલ સુધી પહોંચી જાય છે અથવા તો કોઈ સંકોચ વગર સીધું રૂમની બારીમાં ડોકિયું કરવા લાગે છે. પ્રવાસીઓ માટે આ અનુભવ કોઈ જંગલ સફારીથી ઓછો નથી.
ADVERTISEMENT
માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે કૅમરિને આ અનોખા બિઝનેસ આઇડિયાને વૈશ્વિક ઓળખ અપાવી છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ ખૂબ જ નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જેમ-જેમ જિરાફ સાથેના વિડિયો વાઇરલ થયા તેમ-તેમ પ્રવાસીઓનો ધસારો વધવા લાગ્યો.
મહત્ત્વની વાત એ છે કે અહીં માત્ર જિરાફ જ આકર્ષણનું કેન્દ્ર નથી. આ પ્રૉપર્ટીમાં ૧૦૦થી વધુ પ્રાણીઓનો વસવાટ છે. એમાં ઝીબ્રા, કાંગારૂ, ઊંટ, શિયાળ, લેમર જેવા જીવોનો સમાવેશ થાય છે. અહીં આવતા પ્રવાસીઓ આ પ્રાણીઓને ખવડાવી શકે છે અને એમની સાથે સમય વિતાવી શકે છે. એક લક્ઝરી ફાર્મ-સ્ટે અને વાઇલ્ડલાઇફ પાર્કનું મિશ્રણ ધરાવતું આ સ્થળ હાલમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
