This is How Puffed Rice Are Made: આ વીડિયો તમારામાંથી કેટલાકને નિરાશ પણ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર foodie_incarnate નામના પેજ પરથી શૅર કરવામાં આવ્યો છે. કૅપ્શનમાં લખ્યું છે- શૉકિંગ મમરા બનાવવાની પ્રક્રિયા.
મમરાની પ્રતીકાત્મક તસવીર
This is How Puffed Rice Are Made: આ વીડિયો તમારામાંથી કેટલાકને નિરાશ પણ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર foodie_incarnate નામના પેજ પરથી શૅર કરવામાં આવ્યો છે. કૅપ્શનમાં લખ્યું છે- શૉકિંગ મમરા બનાવવાની પ્રક્રિયા.
મમરા ખાવા લગભગ બધાને ખૂબ જ ગમે છે. શહેર કોઈપણ હોય, પણ અલગ-અલગ નામ ધરાવતા મમરા (Puffed Rice) તમને મળી જ જશે. આને બનાવનાર પૉપ્યુલર સ્ટ્રીટ ફૂડ, જેમ કે ભેલપુરી નામે પણ ઓળખવામાં આવે છે, લગભગ દરેક શહેરમાં લોકોની ભાવતી વાનગી છે. ભેલમાં મમરા, સેવ, કાંદા, ટમેટા, ચટણી, અને કેટલાક ચટાકેદાર મસાલા અને લીંબુ નાખીને બનાવવામાં આવે છે. આની ખાસ વાત એ છે કે દરેક શહેરમાં દરેક સ્થળે તમને આ ભેલની જુદી જુદી વેરાયટી પણ મળી જાય છે. પણ, જે મમરાને તમે આટલા પ્રેમથી અને વ્હાલથી ખાઓ છો, ક્યારેય તમે વિચાર્યું છે કે આખરે આ બનવાય કેવી રીતે છે? (This is How Puffed Rice Are Made) જો ન જોયું હોય તો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ વીડિયોને જોઈ લ્યો, આને જોયા પછી કદાચ તમને જીવનમાં ક્યારેય મમરા ખાવાની ઈચ્છા નહીં થાય.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વીડિયો તમારામાંથી કેટલાકને નિરાશ પણ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર foodie_incarnate નામના પેજ પરથી શૅર કરવામાં આવ્યો છે. કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, `શૉકિંગ મમરા બનાવવાની પ્રક્રિયા. ભેલ પ્રેમીઓને કરો ટૅગ. વીડિયોમાં તમે જોઈ શકે છે કે એક શખ્સ પહેલા પગથી ચોખા કચડી રહ્યો છે. આના આગળના વીડિયોને જ્યારે તમે આખો વીડિયો જોશો તો તમને ખબર પડી જશે કે મમરા કેવી રીતે બનાવવામાં આવે છે. જેને જોઈને તમારું મન ભરાઈ જશે અને તમે ક્યારેય મમરા નહીં ખાઓ એવું પણ બને.`
અહીં જુઓ વીડિયો:
View this post on Instagram
This is How Puffed Rice Are Made: જણાવવાનું કે આ વીડિયો ખૂબ જ જૂનો છે, જે ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. 18 જુલાઈના પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 16 લાખથી વધારે લાઈક કરવામાં આવી ચૂક્યો છે. લોકો વીડિયો પર અનેક રિએક્શન્સ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- આ ચેનલ મારા બાળપણની બધી ગમતી વસ્તુઓ માટેનો મારો પ્રેમ છે તેને ખતમ કરવામાં લાગેલી છે. મારી પસંદને ખતમ કરવા માટે તમારો આભાર. બીજા યૂઝરે લખ્યું-આટલું પણ શું ખરાબ છે આમાં, ભેલ ખાઈને અત્યાર સુધી કોણ મરી ગયું છે. ત્રીજાએ લખ્યું- હું તો તેમ છતાં પણ ખાઈશ.