રસ્તા પર યુવાન આ બાઇક-રથ ફુલ સ્પીડમાં દોડાવતો જોવા મળે છે.
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ નહીં પણ ‘ઇન્ડિયા હૅઝ ટૅલન્ટ’ કહેવાનું મન થાય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એક યુવાને ઘોડાને બદલે બાઇકથી રથ બનાવ્યો છે. આવી જ નવતર અને ચકિત કરી મૂકતી વસ્તુઓ બનાવતા યુવાને બાઇકને મૉડિફાય કરી છે. બાઇકની પાછળ રથની જેમ બે પૈડાં જોડી દીધાં છે અને ક્લચ તથા બ્રેકને દોરડાથી બાંધીને બીજો છેડો પોતે પકડ્યો છે. ગિયર અને ફુટબ્રેકને પૈડાં સાથેના લોખંડના રૉડ સાથે જોડી દીધા છે. રસ્તા પર યુવાન આ બાઇક-રથ ફુલ સ્પીડમાં દોડાવતો જોવા મળે છે.