ભારતમાં ચા પીવાનું ચલણ હજારો વર્ષોથી છે અને ચા પીવાથી શારીરિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
લાઇફમસાલા
૭ સૌથી મશહૂર ચા પત્તી
ગઈ કાલે ૨૧ મેએ આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઉપક્રમે ભારત સરકારના ઍગ્રિકલ્ચર અને ખેડૂત કલ્યાણ વિભાગે ભારતની ૭ સૌથી મશહૂર ચા પત્તીની માહિતી આપી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતની ૭ જાણીતી ચા પત્તીમાં કાલી ચાય પત્તી, મસાલા, લેમનગ્રાસ, લીલી, આસામ, હર્બલ અને નીલગિરિ ચા પત્તીનો સમાવેશ છે. આ વિભાગે કહ્યું હતું કે ભારતમાં ચા પીવાનું ચલણ હજારો વર્ષોથી છે અને ચા પીવાથી શારીરિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. આથી આવા દિવસે ચા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવવી જોઈએ.