પ્રખ્યાત યુટ્યુબર અને ડીઆઇવાય માસ્ટર ‘ધ ક્યુ’એ તાજેતરમાં વિશ્વની સૌથી નાની ચલાવી શકાય એવી બાઇસિકલ લૉન્ચ કરી છે.
વિશ્વની સૌથી નાની ચલાવી શકાય એવી સાઇકલ
પ્રખ્યાત યુટ્યુબર અને ડીઆઇવાય માસ્ટર ‘ધ ક્યુ’એ તાજેતરમાં વિશ્વની સૌથી નાની ચલાવી શકાય એવી બાઇસિકલ લૉન્ચ કરી છે. અતિ નાનું કદ છતાં આ બાઇસિકલ લગભગ ૧૦૦ કિલો જેટલું વજન વહન કરી શકે છે.
‘બિગ બૉય’ નામ ધરાવતી વિશ્વની આ સૌથી નાની છતાં ચલાવી શકાય એવી સાઇકલ ભંગારની આઇટમ્સ, રોલરબ્લેડ વ્હીલ્સ અને મજબૂત લોખંડના માળખામાંથી તૈયાર કરવામાં આવી છે. સાઇકલ તૈયાર કરીને એનો વિડિયો ‘ધ ક્યુ’એ યુટ્યુબ પર અપલોડ કર્યો છે, જેને અત્યાર સુધી ૧૪ લાખ વ્યુઝ મળ્યા છે. જોકે વિડિયો જોઈને કોઈ પણ વ્યક્તિ ઘરે સાઇકલ બનાવી શકે એ શક્ય નથી. નાનકડી સાઇકલ બનાવવી અને એ પણ એક પુખ્ત વયની વ્યક્તિ ચલાવી શકે એવી હોય એ ખરેખર સરાહનીય છે. પુખ્ત વયનાં કે બાળકો પણ એ સાઇકલ સરળતાથી ચલાવી શકે એવી નથી છતાં વિડિયોમાં જોઈ શકાય છે કે ચલાવવી સહેલી ન હોવા છતાં અસંભવ તો નથી જ.
વાંધા પાડવા માટે તો એની સીટ નથી એમ કહી શકાય, પરંતુ એના હૅન્ડલ બાર પકડીને પૅડલ ફેરવી શકાતાં હોય તો તમે ચોક્કસ સાઇકલ ચલાવવાનો આનંદ માણી શકો છો.

