વિડિયોમાં જોવા મળે છે કે નવવધૂએ પરંપરાગત લાલ રંગનો લેહંગો પરિધાન કર્યો છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પ્રાચીન શહેર વારાણસી મંદિરના શહેર તરીકે પણ ઓળખાય છે. જોકે તાજેતરમાં વાઇરલ થયેલા એક વિડિયોએ સોશ્યલ મીડિયા પર અસંખ્ય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નવવધૂ અને વરરાજા મોટરસાઇકલ પર બેસીને નાસી જતાં વિડિયોમાં જોવા મળે છે. લગ્ન સંબંધે વરરાજાના પરિવારે નોંધાવેલા વિરોધને પરિણામે તેઓ નાસી ગયાં હતાં. વિડિયોમાં જોવા મળે છે કે નવવધૂએ પરંપરાગત લાલ રંગનો લેહંગો પરિધાન કર્યો છે, જ્યારે વરરાજાએ શ્વેત કુર્તો પહેર્યો છે. મોડી રાતે તેઓ બનારસની શેરીઓમાં બાઇક પર પસાર થતાં દેખાય છે. નવવધૂના પરિવારે દહેજ આપવાનો ઇનકાર કર્યો એ સામે વરરાજાના પરિવારે વિરોધ ઉઠાવ્યો હતો, એથી લગ્નોત્સુક યુગલે નાસી જઈને સ્થાનિક મંદિરમાં લગ્ન કરવાનું યોગ્ય માન્યું હતું.