Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વધારાનાં કપડાં તકિયાના કવરમાં સંતાડીને વિમાનનો પ્રવાસ કર્યો

વધારાનાં કપડાં તકિયાના કવરમાં સંતાડીને વિમાનનો પ્રવાસ કર્યો

24 September, 2021 01:57 PM IST | Mumbai
Agency

તકિયાને પોતાના લગેજ સાથે મૂકીને પ્લેનમાં પહોંચ્યા બાદ તેની ખુશીનો પાર નહોતો રહ્યો. આન્યાની પોસ્ટ પર નેટિઝન્સે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં હતાં.

વધારાનાં કપડાં તકિયાના કવરમાં સંતાડીને વિમાનનો પ્રવાસ કર્યો

વધારાનાં કપડાં તકિયાના કવરમાં સંતાડીને વિમાનનો પ્રવાસ કર્યો


પ્લેનની મુસાફરીમાં અમુક કિલો વજન લઈ જવાની જ છૂટ હોય છે. એનાથી વધુ લગેજ લઈ જવા માટે વધારાની ફી ચૂકવવી પડે છે. કેટલાક લોકો લગેજને સહજતાપૂર્વક મફતમાં લઈ જવા કેવાં-કેવાં ગતકડા કરતા હોય છે એનું સરસ ઉદાહરણ મળ્યું છે.
કેટલાક લોકો એકની ઉપર એક કપડાં પહેરી લેતા હોય છે, તો કેટલાક લોકો પેટ પર નકલી બેબી-બમ્પ લગાવતા હોય છે. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં વધારાની ફી ચૂકવ્યા વિના એક્સ્ટ્રા લગેજ લઈ જવા માગતી એક મહિલા તકિયાના કવરમાં પોતાનાં વધારાનાં કપડાં ભરીને એને ટ્રાવેલ પિલો તરીકે પ્લેનમાં લઈ ગઈ હતી.
આન્યા ઇકોલિવા નામની આ યુવતીએ તેના પ્રવાસમાં લઈ જવાના વધારાનાં વસ્ત્રોને તકિયાના કવરમાં ભરીને ટ્રાવેલ પિલો તરીકે ગણાવીને પ્લેનમાં લઈ જવાની કોશિશ કરવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. તકિયાને પોતાના લગેજ સાથે મૂકીને પ્લેનમાં પહોંચ્યા બાદ તેની ખુશીનો પાર નહોતો રહ્યો. આન્યાની પોસ્ટ પર નેટિઝન્સે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં હતાં. કેટલાકે એમ કહ્યું કે હવેથી આ તરકીબ નહીં ચાલે, કેમ કે હવે પ્લેનના અધિકારીઓને એનો ખ્યાલ આવી ગયો હશે. જોકે આન્યાનું કહેવું છે કે તે આવું ૬થી ૭ વાર કરી ચૂકી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2021 01:57 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK