અમેરિકાના ગેલ્વેસ્ટનમાં બ્રાયન મ્યુઝિયમના યુવા લેખકો, કલાકારો અને સમર્થકોએ એક મેગા સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું

‘આઇ ઍમ ટેક્સસ’ વિશ્વનું સૌથી મોટું પુસ્તક
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના જજ માઇકલ એિમ્પ્રકે સત્તાવાર રીતે ૭ ફુટ ઊંચા ‘આઇ ઍમ ટેક્સસ’ને વિશ્વનું સૌથી મોટું પુસ્તક ગણાવ્યા બાદ અમેરિકાના ગેલ્વેસ્ટનમાં બ્રાયન મ્યુઝિયમના યુવા લેખકો, કલાકારો અને સમર્થકોએ એક મેગા સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. બ્રાયન મ્યુઝિયમની શૈક્ષણિક સંસ્થા ‘આઇરાઇટ’ એક નૉન-પ્રૉફિટ સંસ્થા છે જે યુવાન લેખકોને પ્રોત્સાહિત કરે છે. આ સંસ્થા ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ની બેસ્ટ સેલિંગ ‘ઑર્ડિનરી પીપલ ચેન્જ ધ વર્લ્ડ’ સાથે ભાગીદારીમાં છે તથા આ પ્રોજેક્ટ ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના ચિત્રકાર ક્રિસ્ટોફર એલિયોપોલોસે શરૂ કર્યો હતો.
આ પ્રસંગે ૪૦૦ કરતાં વધુ લેખક વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા અને તેમણે મેડલ તેમ જ પુસ્તકની નકલ પ્રાપ્ત કરી હતી. લિલામીમાં બ્લૉક પર આર્ટવર્ક બનાવનારા સ્ટુડન્ટ્સને એમાં દરેક કાર્ય પર કરવામાં આવેલી સૌથી ઊંચી બોલીના ૫૦ ટકા સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.