° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


૨૫ વર્ષના આ ભાઈએ પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો

29 June, 2020 09:18 AM IST | Mumbai Desk | Mumbai correspondent

૨૫ વર્ષના આ ભાઈએ પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો

૨૫ વર્ષના આ ભાઈએ પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો

૨૫ વર્ષના આ ભાઈએ પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાં ફેરવી નાખ્યો

અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના વ્યોમિંગ શહેરના રહેવાસી પચીસ વર્ષના મૅથ્યુ જૉન મિશેફ્સ્કીએ ત્રણેક વર્ષથી ન્યુ યૉર્કમાં મેનહટનના વૉશિંગ્ટન સ્ક્વેર પાર્કના ફાઉન્ટનને વિવાદાસ્પદ બનાવી દીધો છે. ફાઉન્ટનના એરિયાની આસપાસ ધાતુની આડશો ગોઠવીને વાડો બાંધી લીધો છે. મૅથ્યુએ બનાવેલા એ વાડામાં એક ટેબલ, ૬ ખુરસીઓ, પિન્ક રિક્લાઇનર, કપડાં ભરેલું બૉક્સ અને એક બીચ અમ્બ્રેલા છે. મૅથ્યુ કહે છે કે પાર્ક અને આસપાસના મેટલ બૅરિકેડ્સ ફાઉન્ટન ઈસુ ખ્રિસ્તની શૂળી-ક્રૉસનું પ્રતીક છે.
૨૦૧૭માં ન્યુ યૉર્કમાં રહેવા ગયેલા મૅથ્યુ પર ગેરકાયદે રીતે અન્યોની જગ્યા પર કબજો જમાવવાની ગુનાહિત પ્રવૃત્તિ અને સરકારી તંત્રની સાંકેતિક સૂચનાઓનો અમલ નહીં કરવાના આરોપ મુકાયા હતા. એ આરોપ હેઠળ પોલીસે ૧૩ જૂને તેની ધરપકડ કર્યા બાદ તેણે અદાલતમાં જામીન અરજી કરી હતી. અદાલતે જામીન અરજી મંજૂર કરતાં તે છૂટી ગયો હતો. ત્યાર પછી તે ફરીથી અસલ જગ્યાએ પાછો પહોંચી ગયો હતો. અદાલતમાં મૅથ્યુના કેસની આગામી સુનાવણી ૧૪ સપ્ટેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.
સિટી ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેસ સર્વિસિસના અધિકારીએ જણાવ્યું હતું કે એ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ મૅથ્યુને એ જગ્યા પરથી હટાવવાનો પ્રયાસ ચાર વખત કર્યો હતો, પરંતુ મૅથ્યુ એ જગ્યા છોડવા તૈયાર નથી.

29 June, 2020 09:18 AM IST | Mumbai Desk | Mumbai correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૯ વર્ષની ટીનેજર ૬૭ વર્ષના દાદા જેવડી ઉંમરના પુરુષને પરણી

૧૯ વર્ષની આ ટીનેજરને ૬૭ વર્ષના ખેડૂત સાથે પ્રેમ થઈ ગયો ત્યારે છોકરીના પરિવારે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો

04 August, 2021 10:38 IST | Haryana | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પૂરથી પરેશાન વરરાજા પૅન્ટ કાઢીને પાણીમાં ચાલ્યો અને લગ્નસ્થળે પહોંચ્યો

જાનૈયાઓએ પણ દુલ્હારાજાને અનુસરીને સમય સાચવી લીધો હતો

04 August, 2021 10:33 IST | Farrukhabad | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

કન્યા લગ્નનાં મંડપમાં પણ પુશઅપ્સ કરવાનું ન ચૂકી

મૉડલ અને ડાયેટિશ્યન આના અરોરાએ વ્યાયામ દ્વારા આરોગ્ય જાળવવાનું મહત્ત્વ સમજાવવા માટે સરસમજાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો

04 August, 2021 10:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK