એને ગોલ્ડન બ્લડ કહેવાય છે, કેમ કે એ રૅર હોવાથી કીમતી છે
અજબગજબ
વિશ્વ રક્તદાન દિવસે મલેશિયાની એક મહિલાએ પોતાનો ફોટો શૅર કર્યો હતો
મુંબઈમાં લગભગ ૪૦૦થી ૫૦૦ લોકોનું ખાસ ઘટકો ધરાવતું બ્લડ બૉમ્બે બ્લડ ગ્રુપ તરીકે જાણીતું છે. જોકે મલેશિયાના ચાઇનીઝ-મલેશિયન હેરિટેજ માટે જાણીતા ત્રેન્ગાનુ રાજ્યમાં એક મહિલા છે જેનું બ્લડ-ગ્રુપ એનાથીયે રૅર છે. વિશ્વમાં આ પ્રકારનું લોહી ધરાવતા હજી માત્ર ૪૩ લોકો જ મળ્યા છે. એને ગોલ્ડન બ્લડ કહેવાય છે, કેમ કે એ રૅર હોવાથી કીમતી છે. માણસના લોહીમાં A, B, O કે AB Rh ઍન્ટિજન ફૅક્ટર કહેવાય છે. અન્ય અત્યંત રૅર Rh D, C, c, E કે ઍન્ટિજન પણ હોય છે. જોકે જે લોહીમાં આ તમામમાંથી કોઈ જ Rh ઍન્જિટન નથી હોતું એને કારણે એને Rh null નામે ઓળખવામાં આવે છે. તાજેતરમાં વિશ્વ રક્તદાન દિવસે મલેશિયાની એક મહિલાએ પોતાનો ફોટો શૅર કર્યો હતો. આ મહિલા ગોલ્ડન બ્લડ ગ્રુપ ધરાવે છે. તેણે થોડા સમય પહેલાં બ્લડ ડોનેટ કર્યું હતું. આ લોહીને ક્વાલા લમ્પુરની નૅશનલ બ્લડ બૅન્કમાં નાઇટ્રોજન ભરેલા કન્ટેનરમાં માઇનસ ૮૦ ડિગ્રીએ જાળવવામાં આવશે. ૧૦ વર્ષ સુધી આ લોહી એમ જ રહેશે અને જો આ ગ્રુપની જરૂરિયાત ઊભી થઈ તો એને નૉર્મલ ટેમ્પરેચર પર લાવીને ગોલ્ડન બ્લડ ગ્રુપ ધરાવતા દરદીને આપી શકાશે.