રીવા શહેરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સાહિલની આ ક્રિટિકલ સર્જરી થઈ હતી. એ માટે ૧૧ કલાક જેટલો સમય લાગ્યો હતો
મધ્ય પ્રદેશના ૧૬ વર્ષના સાહિલ ખાન નામના ટીનેજરને જન્મથી જ થાઇરૉઇડની ગંભીર બીમારી
મધ્ય પ્રદેશના ૧૬ વર્ષના સાહિલ ખાન નામના ટીનેજરને જન્મથી જ થાઇરૉઇડની ગંભીર બીમારી હતી. ઉંમર વધવાની સાથે તેની થાઇરૉઇડ ગ્રંથિ ફૂલી-ફૂલીને એટલી મોટી અને વજનદાર થઈ ગયેલી કે તેના માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હતું. થાઇરૉઇડ હૉર્મોનની કમીને કારણે તેના હાર્ટની લોહી પમ્પ કરવાની ક્ષમતા પણ માત્ર ૩૦ ટકા જ રહી ગઈ હતી. ગળામાં આવેલી નાના પતંગિયાના શેપની થાઇરૉઇડ ગ્રંથિ સાહિલના કેસમાં એક કિલો વજનની થઈ ગઈ હતી. એવામાં જો સર્જરી કરીને થાઇરૉઇડ ગ્રંથિ કાઢી ન લેવામાં આવે તો તેના જીવન પર જોખમ હતું અને જો કાઢવાની સર્જરીમાં ગરબડ થઈ તો ઑપરેશન ટેબલ પર તેને કંઈ પણ થઈ શકે એમ હતું. રીવા શહેરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સાહિલની આ ક્રિટિકલ સર્જરી થઈ હતી. એ માટે ૧૧ કલાક જેટલો સમય લાગ્યો હતો. આખરે સર્જરી સફળ થઈ હતી અને હવે સાહિલ નૉર્મલ જિંદગી જીવી શકશે.


