તામિલનાડુમાં કોઇમ્બતુરમાં શરૂ કરેલી IT કંપની કોવાઇ.કો અત્યારે બીબીસી, બોઇંગ અને શેલ જેવી કંપનીઓને સર્વિસ આપે છે.
શ્રવણકુમાર નામના ઑન્ટ્રપ્રનરે ૬ મહિનાની સૅલેરી બોનસ તરીકે આપીશ અને આ પ્રૉમિસ તેમણે પૂરું કર્યું
૨૦૧૧માં શ્રવણકુમાર નામના ઑન્ટ્રપ્રનરે તામિલનાડુમાં કોઇમ્બતુરમાં શરૂ કરેલી IT કંપની કોવાઇ.કો અત્યારે બીબીસી, બોઇંગ અને શેલ જેવી કંપનીઓને સર્વિસ આપે છે. તેમણે પોતાના સ્ટાફને ત્રણ વર્ષ પહેલાં પ્રૉમિસ કર્યું હતું કે ત્રણ વર્ષ મારી સાથે રહો અને કામ કરો તો હું ૨૦૨૫માં તમારી ૬ મહિનાની સૅલેરી બોનસ તરીકે આપીશ અને આ પ્રૉમિસ તેમણે પૂરું કર્યું છે. તેમણે પોતાના પ્રૉમિસ પ્રમાણે કંપની સાથે છેલ્લાં ૩ વર્ષથી જોડાયેલા ૧૪૦ કર્મચારીઓને કુલ ૧૪ કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે. પોતાની કંપની કોવાઈ.કોને વન બિલ્યન ડૉલરનું વૅલ્યુએશન ધરાવતી એક યુનિકૉર્ન કંપની બનાવવાનું સપનું જોનાર ફાઉન્ડર શ્રવણકુમાર મોંઘી કારના શોખીન છે, પણ પોતાનું પ્રૉમિસ પૂરું કરવા હમણાં તેમણે નવી બુગાટી કાર ખરીદવાનું પાછળ ઠેલી દઈને પહેલાં સ્ટાફને બોનસ આપ્યું છે.

