ફિલ્મો અને સિરિયલોમાં જે દેખાડાય છે એ અસલી નથી હોતું એવું સમજવા છતાં કેટલાક શાતિર લોકો એ દૃશ્યો કે ઘટનાઓની આડમાં પોતાનો રોટલો શેકી લેતા હોય એવું જરૂર બને છે. ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના સિંગનપુર ગામમાં એક છોકરીની રૂમમાંથી સાપની કાંચળી મળી આવી હતી.
છોકરીના બેડરૂમમાંથી સાપની કાંચળી મળી
ફિલ્મો અને સિરિયલોમાં જે દેખાડાય છે એ અસલી નથી હોતું એવું સમજવા છતાં કેટલાક શાતિર લોકો એ દૃશ્યો કે ઘટનાઓની આડમાં પોતાનો રોટલો શેકી લેતા હોય એવું જરૂર બને છે. ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના સિંગનપુર ગામમાં એક છોકરીની રૂમમાંથી સાપની કાંચળી મળી આવી હતી. સવારના પહોરમાં જ્યારે પરિવારજનો ઊઠ્યા અને છોકરીની રૂમમાં પહોંચ્યા તો તેની રૂમમાં પાંચ ફુટ લાંબી સાપની કાંચળી મળી આવી. પથારીમાં કપડામાં લપેટાઈને કાંચળી એવી રીતે પડી હતી જાણે એ છોકરીનું શરીર જ હોય. જોકે રૂમમાં દીકરી ક્યાંય દેખાઈ નહોતી રહી. આસપાસમાં તપાસ કરી તો ત્યાં પણ છોકરી ન દેખાઈ. બસ, લોકોમાં એક વાત ફેલાઈ ગઈ કે છોકરી નાગણ બનીને ગાયબ થઈ ગઈ લાગે છે. તો કોઈકને લાગ્યું કે નાગ જ તેને ઉપાડી ગયો હોવો જોઈએ. અફવા તો એ પણ ફેલાઈ કે આ છોકરી ઇચ્છાધારી નાગણ તો નહીં હોયને? છોકરી ક્યાંય ન મળતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી તો છોકરી જે રૂમમાં સૂતી હતી એ પલંગની નીચે સાપનું દર પણ જોવા મળ્યું. અહીંથી ક્યારેક-ક્યારેક સાપ નીકળતા હતા. જોકે પોલીસે તપાસ આગળ વધારી તો ખબર પડી કે આ છોકરી પાસેના ગામ પાસેથી પસાર થતી જોવા મળી હતી. મતલબ કે છોકરી સહીસલામત છે અને તે પોતાની મરજીથી ક્યાંક જતી રહી છે. પોલીસે ટીમો બનાવીને તેની શોધ શરૂ કરી છે.


